Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

અતિશયોક્તિ

અતિશયોક્તિ

2 mins
170


અંકિતા અને અનિતા બંને જોડીયા બહેનો હતી. અંકિતા અને અનિતા મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ હતી. બંનેનાં લગ્ન એક જ માંડવામાં એક જ દિવસે થયાં. લગ્ન પછી અંકિતા પોતાનાં પરિવારની નાની, નાની વાતો અનિતાને કહેતી અનિતા કોઈને કોઈ રસ્તો અંકિતાને બતાવીને અંકિતાને ખુશ રાખતી પણ અંકિતા રોજબરોજ દરેક વાત અનિતાને કહેતી રહી એની અસર અનિતાના શરીર ઉપર પડી અનિતાને નાની ઉંમરમાં જ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર આવી ગયું ડોક્ટરે કહ્યું કે વધુ પડતું ટેન્શન લો છો એનાં લીધે થયું છે દવાઓ ચાલુ થઈ.

અંકિતાને પણ બે જોડકાં દીકરા જન્મ્યા દીપ અને દીપુ.

અતિશયોક્તિ અંકિતાની વધતી જ રહી એ પોતાની વ્યક્તિગત વાતો પણ અનિતાને કહેતી રહી અનિતા ભાવનાઓમાં ડૂબી ને અંકિતા માટે બધું કરતી રહી અને પોતાના શરીરને બગાડતી રહી.

અતિશય ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર ને લીધે અનિતા મા બની શકે એમ નહોવાથી.

હોળી ધૂળેટી આવતી હતી અનિતા પોતાનાં પતિ કિરણને ખુબ પ્રેમ કરતી હોય છે એટલે પોતે સંતાનની મા નહીં બની શકે એમ હોવાથી ધૂળેટીનાં દિવસે મન ભરીને કિરણ સાથે ધૂળેટી રમી પછી ફ્રીઝમાંથી ભાંગની તપેલી કાઢી અને ગ્લાસમાં કાઢવાં જતી હતી ત્યાંજ ઘરમાં પાળેલો ટોમી ( ડોબરમેન ) ફૂદયો અને તપેલી જ ઊંધી પડી ગઈ અને બધીજ ભાંગ ઢોળાઈ ગઈ એટલામાં બિલાડી આવી એણે નીચે ઢોળાયેલી ભાંગ પીધી અને ત્યાંજ ચક્કર ખાઈને મૃત્યુ પામી.

કિરણ આ બધું ફાટી આંખે જોઈ રહ્યો હતો..

અનિતા રડી અને કિરણ ને પગે લાગી અને કહ્યું કે મારી બહેન પ્રત્યેની અતિશયોક્તિ એ જ મને આ કામ કરવા મજબૂર કરી.

અંકિતાની વાતો સાંભળીને ટેન્શનમાં મેં મારી તબિયત બગાડી અને તમારી જિંદગી બગાડી.


Rate this content
Log in