Bhavna Bhatt

Others

3.0  

Bhavna Bhatt

Others

અતિરેક

અતિરેક

1 min
93


આપણે વર્તમાન ક્ષણોમાં જીવીએ નહીં તો આપણે એક અમૂલ્ય જિંદગી જીવવાનો ચાન્સ ગુમાવીએ છીએ કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્વિત છે જ.. ખોટાં ડરથી આપણે જિંદગી જીવી નથી શકતા અને મોજમજાથી ખાવાનું ખાઈ નથી શકતા. શરીરની કાળજી જરૂરી છે પણ આજકાલ તો ડાયટીગનાં નામે ઘણું બધું ખાવાનું છોડી દે છે પછી શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી જાય એટલે શરીરમાં નિતનવા રોગો ઘર કરી જાય.

કોઈ પણ વસ્તુનો અતિરેક નહીં સારો. આજકાલ તો નાની નાની વાતોમાં એલોપથી, આર્યુવેદિક, હોમિયોપેથીક દવાખાને લાંબી લાઈનો લાગે છે પછી આ વસ્તુ ના ખાવ અને પેલી વસ્તુ ના ખાશો એવી સલાહ સુચન સાથે દવાઓ લઈને ઘરે આવે છે અને એકાદ મહિનો એ વસ્તુ ઓછી ખાવાની જગ્યાએ આખી જિંદગી એ વસ્તુ છોડી દે. જો ખાવાનું છોડીને દવાઓ ઉપર જીવવાનું હોય તો એ જીવવાનો શો મતલબ રહે છે..

આ ધરતી ઉપર ભગવાને માણસ અવતાર આપીને મોકલ્યા છે બુદ્ધિ અને ભાવનાઓ સાથે તો સમજી વિચારીને દરેક વસ્તુઓ ખાવાથી નુકસાન થતું નથી.

પણ કોઈ પણ વસ્તુનો અતિરેક કરો તો એ નુકસાન કારક બને છે માટેજ દરેક વસ્તુ માપસર ખાવ અને આખાં દિવસમાં એક કલાક ચાલો... નિયમિત જીવન જીવો. હળવી કસરત કરો. નાની નાની તકલીફોમાં ઘરગથ્થુ ઈલાજ કરો ખોટી દવાઓ ના લો તો તમે સ્વસ્થ જીવન જીવી શકશો.


Rate this content
Log in