The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dina Vachharajani

Others

5.0  

Dina Vachharajani

Others

અતીતને ઓટલે

અતીતને ઓટલે

2 mins
783


ગ્રીષ્મની એક સુસ્ત બપોરે કંઈ કરવાનું ન હોવાથી હું દૂરદર્શનની ચેનલ ફેરવતી હતી, માથે પંખો ફરફરાટ ફરતો હતો. ત્યાં આ શું ? પાવર કટ, પંખો બંધ. વાતાવરણમાં ગરમી પ્રસરવા માંડી. અકળામણ વધતા હું ઘરની બહાર આંગણામાં હીંચકા પર આવીને બેઠી. બહાર થોડો થોડો પવન આવતો હતો. આસપાસનું વાતાવરણ અત્યારે સાવ જુદુ લાગી રહ્યું હતું.


રોજ જોરશોરથી સંભળાતા, દૂરદર્શન પર આવતા જાતજાતના અવાજ, મ્યુઝીક સિસ્ટમ પર વાગતાં ગીત, આજુબાજુના મકાનમાંથી ચાલતા પાણીના પંપના અવાજ, એરકંડીશન્ડનો ખરખરાટ, બિલ્ડીંગની લિફ્ટ અવાજ બંધ થવાના અવાજો બધું બંધ હોવાથી ચારે બાજુ નિઃશબ્દ હતી. ત્યાં મારા આંગણામાં ઉગેલી ગણેશવેલના ઝૂંડમાંથી ધીમો મીઠો અવાજ સંભળાયો. અહા ! આ તો લવબર્ડ જેવી રંગીન નાની નાની ચકલીઓનુ ગાન. બિચારી રોજ ગાતી હશે પણ બહારના કોલાહલમાં એના ઝીણા સ્વની શું વિસાત ?


અચાનક દૂરદૂરથી બેટરી પર ચાલતા રેડિયોની એક ટ્યૂન મારે કાને પડી. અને મારું મન પહોંચી ગયું અતીતમાં - પચાસ વર્ષ પહેલાના અમારા નાનકડા ધરને ઓટલે જયારે કાંદિવલીના છેવાડાની અમારો વિસ્તાર નાનાનાના ઘરો, બંગલાઓ,ખુલ્લા મેદાન,ખેતરો અને ઝાડીઓથી ભરપૂર હતો.


એ ઘરનો ઓટલો, સામેનો તુલસીક્યારો, કોઇ ખેતરો માંથી વીણેલાં બોર-આમલી, વાડીમાં ચાલતા કોષ અને એના વહેતા પાણીમાં બોળેલ પગ, પરીક્ષાની સીઝનમાં વર્ક્ષો પર ચડી વાંચતાં અનુભવેલો વાયરાનો સ્પર્શ, ખિસ્સામાં પડીકામાં રાખેલા મીઠા-મરચાં સાથે ઝાડ પરથી તોડીને મિત્ર સાથે ખાધેલી કાચી કેરીનો સ્વાદ, એ મિત્રો અને ગતઃસ્વજનો બધું જ મનની સપાટી પર ઊભરાઈ આવ્યુ. મને નવાઈ લાગી પણ તરત જ સમજાયું કે આ રેડિયોની ટ્યૂન એ જ છે જે વર્ષો પહેલાં સ્કૂલથી આવી લેશન કરવા ઘરને ઓટલે બેસતી ત્યારે રોજ સાંભળતી ! એ સ્વર લહેરી પર ચઢી કંઈ કેટલી સ્મૃતિઓ વહી આવી.


વીજ કંપનીનો આભાર, જેણે વીજળી ગુલ કરતા અતીતની સફર તો થોડી ક્ષણો માટે જ કરાવી પણ મારાં આંગણાની સજીવ સૃષ્ટી સાથે કાયમનો નાતો જોડી આપ્યો.


Rate this content
Log in