STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
116

મેઘાને બે ત્રણ દિવસથી ખુબ જ તાવ આવતો હતો પરાણે થોડી ઘણી રસોઈ કરતી. દિશા બહેન બેઠાં બેઠાં ખોડ કાઢતાં રહેતા જોડે રમણભાઈ સાથ પૂરાવતા.

ડોક્ટરનાં કહેવાથી કોરોના રિપોર્ટ કરાવ્યો મેઘાનો.

એટલે દિશા બહેન સાસુ અને રમણભાઈ સસરા ભગવાનને કરગરી રહ્યાં કે મેઘાનો રિપોર્ટ નોર્મલ આવે તો પાંચ દીવા કરીશ રણછોડ રાય... નહીંતર એનાં વિના રસોઈ અને ઘર કોણ સંભાળશે...

આ સાંભળીને મેઘા પોતાનાં અસ્તિત્વનો વિચાર કરી રહી.


Rate this content
Log in