Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અસમંજસ

અસમંજસ

2 mins
78


આજકાલ આયેશા આત્મહત્યા કેસમાં સોશ્યલ મીડિયામાં અને ચોરેચૌટે, સોસાયટીમાં લોકોનાં અવનવા વિચારો જાણવા મળે છે.

આવાં કરૂણ કિસ્સામાં પણ લોકો પોતાનો રોટલો શેકવાનું છોડતાં નથી.

આ બધું ક્યાં જઈને અટકશે ખબર નથી પડતી.

આજકાલ લોકોની ભાવના જ મરી ગઈ છે બસ દરેક વસ્તુમાં પોતાનો ફાયદો જ શોધે છે.

સત્ય અને અસત્ય વિશે કશું જાણતા હોય નહીં તોય એ જાણે મોટાં વકીલ કે જજ ની જેમ ચૂકાદો આપી દે છે..

રામ રાજ્ય હતું ત્યારે પણ સીતામાતાની અગ્નિ પરીક્ષા લેવામાં આવી હતી અને અંતે લોકોનાં મહેણાં ને લીધે સીતામાતા એ મહેલ છોડયો અને ધરતીમાં સમાઈ ગયા, રામ રાજ્ય સતયુગ હતો તોય સીતામાતા ને નિર્દોષતા સાબિત કરવા પોતાનો અંત લાવવો પડયો.

તો અત્યારે તો ઘોર કળિયુગ ચાલે છે એટલે દીકરીઓ, સ્ત્રી લાખ સાચી હોય તોયે એનાં મૃત્યુ પછી પણ લોકો સવાલો ઉઠાવે છે અને શંકા કુશંકા કરે છે.

આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક કે જેને પોતાના સિવાય દરેક વાતમાં અને વ્યક્તિમાં શંકા જાય છે તેઓને દરેક વાતમાં ખરાબ વિચારો આવે અને કોઈપણનો સારો ગુણ જોઈ નથી શકતા..

આમાં તો એવું છે કે કુવાનાં દેડકાની જિંદગી જીવતાં લોકોને બહારની દુનિયાનું જ્ઞાનનાં જ હોય પણ માણસ કોઈ તરફ એક આંગળી કરે તો બાકીની ત્રણ આપણી તરફ છે એ વિચાર પણ નથી કરતાં એટલું બધું સંકુચિત માનસ ધરાવતા હોય છે.

અરે કુદરત નો પણ ડર નથી હોતો આવાં લોકોને કે હું કોઈનાં મૃત્યુ વિશે બોલું છું તો મારે પણ દીકરી છે..

ભાવના આવાં નાસમજ લોકોથી અસમંજસ માં પડી જવાય છે.

તમે કોઇના મૃત્યુ પર દુઃખ વ્યક્ત ના કરી શકો તો કંઈ નહીં પણ માનવતા તો જાળવી રાખો.

પણ રે કળિયુગ લોકોનાં દિલમાંથી ભાવના માણસાઈ જ મરી પરવારી છે.

બસ આવડે એટલું બોલવું અને ફાવે તેમ વિચારો વ્યક્ત કરવા.


Rate this content
Log in