Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અસલી હીરો

અસલી હીરો

2 mins
150


આણંદ જિલ્લાના ગામડી ગામમાં જીતેશભાઇ નો જન્મ થયો હતો. બીજા નંબરનું સંતાન હતાં પછી એક ભાઈ ને બહેન હતાં. જીતેશભાઇ નાનાં હતાં ને ખેંચ આવતાં મગજમાં પાણી ભરાઈ ગયું ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યાં ને મગજમાંથી પાણી ખેંચવું પડ્યું એટલે બધી રીતે હોશિયાર હતાં પણ ભણવામાં મગજ ચાલ્યું નહીં. એટલે પાંચ ચોપડી ભણીને આગળ ભણ્યાં નહીં. પણ આપમેળે સાયકલ રીપેરીંગ શીખી ગયા ને ફળિયામાં કોઈનું પણ કામ અટકી જાય તો જીતેશભાઇ હાજર જ હોય ને બધું કામ કરી આપે.

મોટા ભાઈના લગ્ન થયાં ને નાનાં ભાઈને બહેન નાં લગ્ન થયાં પણ એમના લગ્ન થયાં નહીં પણ ગામની કે ગામ બહારની કોઈ પણ છોકરી કે સ્ત્રીની ઈજ્જત કરતાં હતાં. ક્યારેક એમણે કોઇ પણ સ્ત્રીને બુરી નજરથી જોઈ નહીં. ગામમાં કોઈ છોકરીની છેડતી કરનારને તો માર મારતાં ને એ છોકરીની માફી મંગાવતા. કોઈપણ શરમ રાખ્યા વગર કોઈ જે પણ કહે એ કામ પૂરી નિષ્ઠાથી કાર્ય કરતાં.

ગામડીથી આણંદ કોઈ એકલી સ્ત્રીને દવાખાને જવું હોય તો જીતેશભાઇને જ સાથે લઈ જાય.પિતાજીના દેહાંત બાદ મિલ્કતના ભાગ પડ્યાં ને જીતેશભાઇને ભાગે ખાલી મા જ આવી. જીતેશભાઇ એ એક રૂમનું ભાડે મકાન રાખ્યું ને પોતે કલરકામ ને ચૂનો કરવા જાય ને રોજ પોતાની માને એક ગ્લાસ દૂધ પીવડાવે જ. પોતે ભૂખ્યા પેટે કામ કરે પણ માને તકલીફ પડે તો સહન ન થાય

બહેનને ઘરે મળવાં જાય તો ભાણીયાના હાથમાં બળજબરીથી દસ રૂપિયા આપે. પછી ગાડી ભાડું હોય નહીં એટલે ડબ્બામાં છુપાતા ઘરે પહોંચે. પોતાના માટે સારું ખરીદ્યું પણ નહીં કે સારું ખાવાનું ખાધું પણ નહીં ને છતાંયે પોતે હસતાં રહે ને બીજાને હસાવતાં રહેતાં હતાં. કલર કામ ને ચૂનો કરવાથી ગળામાં તકલીફ પડીને ખાઈ શકાય નહીં. ડોક્ટરે ગળાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર કહ્યું. દવાઓ થઈ શકે એમ હતું નહીં. છતાંયે જીતેશભાઇને પોતાના કરતાં પોતાની માની ચિંતા હતી..

બે ભાઈઓ ને બહેનને ભેગા કરીને માની સંભાળ રાખવા વિનંતી કરી ને ગાયત્રી મંત્ર જાપ લખતાં લખતાં જીવ ચાલ્યો ગયો પણ મુખ પર સ્મિત હતું ને ચેહરા પર અજબ ચમક હતી.


Rate this content
Log in