અસહ્ય
અસહ્ય
મીરાંબહેને બાજુમાં રહેતા પડોશી રક્ષાબેહનને પુછ્યું કે, 'ચાર પાંચ દિવસથી નવ્યા નથી દેખાતી તો એનાં મામાને ઘરે ગઈ છે ?
રક્ષા બહેન ભોંઠપ અનુભવતા, 'હા કહીને રૂમમાં ગયાં અને ત્રણ ચાર દિવસ પહેલાની ઘટના તાજી થઈ ગઈ.
એમણે નવ્યાને કહ્યું કે, 'તારી દશમાં ધોરણની બોર્ડની પરીક્ષા પતી ગઈ છે, તો તું નવરી બેસી રહે છે એ કરતાં કોર્ષ કર. નવ્યા એ નાં કહી. કે મારાં બોયફ્રેન્ડે ના કહી છે.
એટલે રક્ષા બેહને મજાક કરી કે 'એ તો નવરો ફરે છે ભણતો નથી ને બીજાને ભણવા દેતો નથી.'
અને નવ્યા રક્ષાબેન પર ગુસ્સે થઈ ગઈ અને હાથ ઉપાડ્યો ને લાતો મારીને ઘર છોડીને ભાગી ગઈ.
આ અસહ્ય વેદનાથી રક્ષાબેહનને ડુસકુ ભરાઈ ગયું..
