STORYMIRROR

Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

અપાર શિખામણ

અપાર શિખામણ

1 min
130

આપણાં સમાજમાં એવાં લોકોનો એક વર્ગ છે જે વણમાંગી અને વણજોઈતી સલાહ, શિખામણનો શીરો પીરસ્યા જ કરે એવું વિચારવાની તસ્દી પણ નાં લે કે આપણે જે સલાહ આપીએ છે એ વિશે સાચું જ્ઞાન ( જાણકારી ) કેટલી છે ?

પણ જાણે એ જ મહાન જ્ઞાની હોય એવી અદાથી સલાહ, સૂચનો આપ્યા જ કરે એવાં લોકો ભૂલી જાય છે કે વગર માંગે સલાસ, શિખામણ અપાય નહીં અને પૂછ્યાં વગર કોઈને સલાહ, સૂચન દેવાય નહીં.

આમ જુઓ તો સલાહ લેવાની ચીજ છે એ દેવાની ચીજ નથી કે જ્યાં અને જ્યારે ને ત્યારે બસ સલાહકાર બની જવું.

સલાહ આપવી હોય પણ એ તો જુઓ કે સામે સલાહ માંગનાર કોઈ છે કે નહીં એનો વિચાર તો કરવો જોઈએ. 

આ તો જ્યાં ને ત્યાં ને જ્યારે જુઓ બસ સલાહ આપવા જ બેસી જાય જાણે દુનિયા આખીને સુધારવાનો ઈજારો એમનો જ હોય જાણે.

વગર માંગે અને વારંવાર સલાહ આપનાર વ્યક્તિ સામેવાળાનો સ્નેહ ગુમાવી બેસે છે અને પછી એ વ્યક્તિ તમારી સાથે ભાવના વિહોણું વર્તન કરે છે..

કોઈ સલાહ માંગે અને આપો તો ગોળના શીરા જેવી મીઠી લાગે પણ વણજોઈતી સલાહ તો નેતરની સોટીની જેમ સોળ પાડી દે..

સલાહકાર એ જ બની શકે જે તે વસ્તુની સમગ્રપણે જાણકારી હોય અને જ્ઞાની હોય..

બાકી અધૂરો ઘડો ઝાઝું છલકાય એ કહેવત છે એ યથાર્થ છે.

આપણાં પૂર્વજોએ એમનમ તો કહેવતો નહીં જ પાડી હોય ?

માટે કોઈને ગમે ત્યારે સલાહ આપવી નહીં.


Rate this content
Log in