અન્યાયની રમત
અન્યાયની રમત


મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ પામનારા હતાં.અને પોતાના વિચારોથી ચાલનારા હતાં. કોઈ ને શું લાગશે એવું ના વિચારે પોતાના વિચારો પર બીજા બધાને ચલાવે અને સ્ત્રીઓને તો એ પગની જુતી બરાબર સમજતા.
મનસુખલાલની મણિનગરમાં મોટી અને પ્રખ્યાત ફરસાણની દુકાન હતી. મનસુખલાલની પત્ની ઈલાબેન એક નાનાં ગામડાંના હતાં. મનસુખલાલ કાયમ સુટ બુટમા રહેતાં અને અડધી બોટલ સ્પ્રે છાંટી ફરતા. મનસુખલાલને ત્રણ સંતાનો હતા. મોટો રવિશ, બીજા નંબરે હરિશ અને ત્રીજા નંબરનો સુરેશ. ત્રણેય ભાઈઓ ભણતા હતા પણ ભણવું જરૂરી ન હતું. મોટો રવિશ દસમામાં નાપાસ થયો એટલે ધંધામાં જોડી દીધો. બીજા બે પણ બાર પાસ થયા અને ધંધામાં જોડાઈ ગયા. આમ એક જ ધંધામાં અને એક જ દુકાનમાં ચાર જણ બેસે તો કામ શું હોય ? એટલે વચેટ હરિશે કહ્યું કે એ બીજું કામ કરે પણ મનસુખલાલે ના કહી કે ચકલાં ચૂથવાનો ધંધો કરવો નથી એમ કહી એક ધંધામાં જોડી રાખ્યા. એટલે બીજો કોઈ વિકાસ થાય નહીં. આવી રમત પોતાના સંતાનો સાથે રમી પાંગળા બનાવી દીધા. રવિશના લગ્ન નાતમાં અમદાવાદથી દૂરના ગામડામાં રહેતી ભારતી સાથે કરાવ્યા. રવિશના લગ્નને એક વર્ષ થયું અને હરિશ સાથે ભણતી છોકરી રેવતી સાથે ભાગીને લગ્ન કરી ઘરે આવ્યા.
આમ ઘર મોટું હતું પણ રૂમો ઓછી હતી એટલે હરિશ અને વહુને બીજે રહેવા મોકલ્યા. કારણ કે ભારતી બે જીવ સોતી હતી. દરેક સંતાનોના લગ્ન વીસ વર્ષે કરાવી દીધા. સુરેશના લગ્ન પણ નાતની છોકરી માલતી સાથે કરાવ
ી દીધા. આ બાજુ ભારતીને પહેલા ખોળે દિકરી આવી. રૂમની તકલીફ છે કહી રવિશને પણ જુદાં કાઢ્યા. સમયના વહેણ વહી રહ્યા. દરેક ભાઈ ને ઘેર એક દિકરી અને એક દિકરો જન્મ્યો. દરેકને હવે એકલાં ધંધાથી ત્રણ ઘર કેમ ચાલે એટલે તકલી પડવા માંડી એટલે રવિશ અને હરિશે વાત કરી પિતાને.
મનસુખલાલ એ દુકાન સિવાય ગામડાની જમીન અને ગામનું ઘર હતું એ બધું વેંચીને જેટલા પણ રૂપિયા આવ્યાં એના પાંચ ભાગમાં વહેંચી. એક ભાગ એમનો, એક ભાગ ઈલા બેનનો, એક ભાગ રવિશનો, એક ભાગ હરિશનો, અને એક ભાગ સુરેશનો. એમને નાનપણથી જ સુરેશ બહું વહાલો હતો અને સુરેશનો દિકરો તો એમની જાન હતો એટલે અન્યાયની રમત રમી બન્ને ને સમજાવી દીધાં. વિરોધ કરી પણ કેમ શકે એવી દલીલોની રમત રમ્યા કે તમે મને કમાઈને કંઈ આપ્યું છે. બન્નેને ભાવનાઓની મીઠી બોલીનો મરહમ લગાવી દીધો જેથી આ રમત વિશે અવાજ ના ઉઠાવે.
જે મકાનમાં રહેતા હતા એ મકાન પણ સુરેશના નામ પર કરી દીધું. અને આ બન્ને મોટાને લાગણીઓની ફરી રમત રમી આંખમાં આંસુ લાવી કહે અમે જીવીએ ત્યાં સુધી અમારે પણ ખાવા પીવા તો જોઈએ ને. આમ મનસુખલાલ અન્યાયની એવી રમત રમીને છોકરાઓને અધમરા કરી નાખ્યાં. મનસુખલાલની આબરૂ એટલી કે આ બન્ને છોકરાઓ કોઈને સાચી વાત કરે તો કોઈ માનેજ નહીં એવી સ્થિતિ થઈ ગઈ.
પણ ભગવાન ના ઘરે દેર છે અંધેર નથી એવો આ બન્નેનો વિશ્વાસ પાકો છે એટલે આ અન્યાયની રમત ને ભૂલીને નવી જિંદગી જીવવા મથી રહ્યા.