Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનોખી શરત

અનોખી શરત

2 mins
217


આરામખુરશીમાં સુધાબહેન પોતાના ઘરની ઓસરીમાં બેસીને ધ્યાન થી એક પુસ્તક વાંચી રહ્યા હતા. એટલામાં સોસાયટીમાં રહેતા અલ્કા બહેન આવ્યા અને ઝાંપા ની બહાર જ ઉભા રહ્યા અને કહ્યું કે.

" જય શ્રી કૃષ્ણ " સુધાબહેન.

"જય શ્રી કૃષ્ણ અલ્કા બહેન".

" બોલો અલ્કા બહેન કેમ છો ?"

" કેમ આવ્યા કંઈ કામ હતું મારે લાયક .. !"

"અલ્કા બહેન. હા સુધાબહેન."

"આખી સોસાયટી જાણે છે તમારાં પુસ્તક પ્રેમ ને..

એટલે જો આપને વાંધો ના હોય તો આ લોકડાઉન માં અમને બધાને તમારી લાઈબ્રેરીમાંથી પુસ્તક વાંચવા આપો તો અમારો સમય પણ પસાર થાય અને નવું નવું વાંચવા મળે.

અને ખોટું નાં લગાડશો જો તમે ટોકન લઈને પણ આપો પુસ્તક તો એ માટે અમારાં બધાં ની તૈયારી છે."

આ સાંભળીને .

"અરે.. ટોકન નથી જોઈતું .. બસ મને ખુશી થશે તમે વાંચશો એટલે.

તો સોસાયટીમાં જાણ કરી દેજો.

જેને પુસ્તક જોઈતાં હોય એ સલામત અંતર રાખીને આવીને લઈ જાય. "

"એ બહાને મારું આ પુસ્તકાલય કામમાં આવશે એનો આનંદ છે".

"પણ તમે ટોકન ની વાત શા માટે કરી બહેન ?"

એટલાં માટે બહેન કે આપણા આખાં એરિયામાં તમારાં પુસ્તક પ્રેમની કહાની જાણીતી છે એટલે .

"બા કહેતાં હતાં કે તમે નાનપણથી જ વાંચવાના ખુબ શોખીન છો એટલે લગ્ન માટે એક શર્ત મૂકી હતી કે જે મને એક પુસ્તકાલય બનાવી આપશે ઘરમાં એની સાથે લગ્ન કરીશ.."

તમે કોલેજમાં હતાં અને તમારી જ જોડે ભણતો આશુતોષ તમને ખૂબ પ્રેમ કરતો હોય છે પણ તમારી શર્ત જાણીને એણે દ્ર્ઢ નિર્ણય કર્યો કે " લગ્ન કરીશ તો તારી સાથે જ" બાકી બધી મા બહેન.

આશુતોષે ઘરમાં વાત કરી એ વિધવા માતા નો એક નો એક દિકરો હતો એણે ભણતાં ભણતાં જ કોલેજ પછીનાં સમયમાં નોકરી ચાલુ કરી અને બચત કરી ને સારાં સારાં પ્રખ્યાત લેખકો નાં પુસ્તક વસાવવાના ચાલુ કર્યા.

એનાં પપ્પા એક સરકારી બેંકોમાં મેનેજર હતાં અને ભૂકંપ આવ્યો અને એનાં પપ્પા પર છત પડી અને એ પ્રભુ ધામ ગયા.

એટલે બેંકે આશુતોષ ને એમનાં બદલે ગ્રેજ્યુએટ થતાં જ નોકરી આપવામાં આવશે એવું લખાણ આપ્યું હતું..

મકાન તો આ વિસ્તારમાં એમનું મોટું જ હતું એટલે આશુતોષે એક રૂમમાં કાચનું કબાટ બનાવડાવી અને એક નાનું સરસ મજાનું પુસ્તકાલય બનાવી દીધું અને તમારો હાથ માંગવા તમારાં ઘરે એની મમ્મી સાથે આવ્યા..

અને તમને વાત કરી..

તમે અને તમારા માતા-પિતા એ અહીં આવી ને આ પુસ્તકાલય જોયું અને આશુતોષ સાથે લગ્ન કર્યા.."

સુધાબહેન હા સાચી વાત છે.

અને મારાં એક નાં એક દિકરા વિશાલને પણ મારો આ પુસ્તક પ્રેમ નાં ગમ્યો એટલે મને છોડીને કાયમ માટે કેનેડા જતો રહ્યો પણ મને મારાં પુસ્તકો બહું જ વહાલાં છે.

અલ્કા બહેન કહે એટલે જ સુધાબહેન હું આજે પૂછવા આવી..

તમે તમારા કિંમતી પુસ્તકો અમને વાંચવા આપવાની હા કહીને અમને કૃતાર્થ કર્યા.

આમ કહીને અલ્કા બહેને બે હાથ જોડીને કહ્યું કે તમને પ્રણામ સુધાબહેન અને વંદન તમારાં પુસ્તક પ્રેમને.

એમ કહીને પુસ્તકાલયમાંથી એક પુસ્તક લઈ ગયા.


Rate this content
Log in