Manishaben Jadav

Children Stories Inspirational

4.8  

Manishaben Jadav

Children Stories Inspirational

અનોખી કિતાબ

અનોખી કિતાબ

3 mins
616


વિશાલને એક એવો કાગળ મળ્યો જેના પર તે જે કંઈ લખે તે સત્ય થઇ જાય, પણ એની શરત એમાં એ ત્રણ જ.

એક મોટું રાજ્ય હતું. તેમાં વીરસિંહ નામે એક રાજા રાજ કરતો હતો.તે રાજા ખૂબ દયાળુ અને પ્રજાવત્સલ હતો.રાજાની પ્રજા સુખી.કોઈપણ પ્રશ્ન હોય રાજા તરત જ તેનો ઉકેલ લાવી આપતો. માત્ર વીરસિંહ જ નહિ તેના પૂર્વજો એટલે કે તેના પહેલાના રાજાઓ પણ આટલા જ માયાળું હતું. વીરસિંહ એક દિવસ તેના વડવાઓ દ્રારા બનાવેલા જુનાં મહેલની મુલાકાતે ગયો.તે બધી વસ્તુઓ જોતો હતો ત્યાં તેના હાથમાં એક એવું પુસ્તક આવ્યું કે એ જાદુઈ લાગ્યું.

વીરસિંહ તે કિતાબ પોતાની સાથે રાજમહેલમાં લઈ આવ્યો.તે રાતે સુવા ટાઈમે પુસ્તક ખોલી વાંચવા જતો હતો ત્યાં એમાંથી એક મોટો અવાજ આવ્યો કે આ કોરું પુસ્તક છે. તે ખૂબ શકિતશાળી છે. તમારા પૂર્વજો ખૂબ પુણ્યશાળી હતા. તેમનાં આ કાર્યથી પ્રસન્ન થઈ અને નારદમુનિએ આ પુસ્તક તમારા દાદાને ભેટ આપેલ. અને કહેલ કે તમારા પછીની બીજી પેઢી પણ જો આટલી જ પુણ્યશાળી રહેશે તો એ આ કોરાં પુસ્તકમાં લખી શકશે. અને આ પુસ્તકમાં જે લખશે તે સત્ય જ થશે. પણ શરત એટલી કે, આ પુસ્તકમાં માત્ર કોઈપણ ત્રણ જ વાત લખી શકાશે. અને એ ત્રણ વાત લોકોના હિત સાથે જોડાયેલી હોય. તેમાં પણ જો એ રાજાએ કોઈ ખોટું કામ કરેલ હશે અથવા તેની આગળની કોઈ પેઢી આ પુણ્ય કર્મનો નાશ કરશે તો તેમાં લખેલ બાબત ગાયબ થઈ જશે.

રાજા વિચારમાં પડી ગયો, એવું તો શું લખું કે જેથી આનો લાભ મારા પુરા રાજ્યને મળે. તેણે આ વાતની જાહેરાત આડોશપાડોશના બધાં રાજાઓને જણાવી. મોટા મોટા પંડિતોને બોલાવ્યા,રાજા મહારાજાઓને તેડાવ્યા.બધા સાથે મળીને આ વાત રજુ કરી અને કિધું કે જે કોઈને આ બાબતે કશું યોગ્ય લાગે તે પોતાની ત્રણ વાત આવે નામ ચિઠ્ઠીમાં લખી અને અહિં પડેલા બોક્ષમાં રાખે.જે વ્યકિતની વાત મને ગમશે અને બધાનાં હિતમાં હશે તેને આપણે આ કિતાબમાં લખશુ તેને રાજા તરફથી ત્રણ પ્રદેશો ભેટમાં મળશે.

ઘણા લોકો, રાજાઓ, પંડિતો આ વાત સાંભળીને આવ્યાં. ચિઠ્ઠી લખી બોક્ષમાં નાખી. પણ રાજાને કોઈની વાત પસંદ ન પડે.કેમકે બધા જ વ્યક્તિ રાજાના હિતની વાત લખતાં.પ્રજાના હિતની વાત ક્યાંય થઈ નહિ.

આ વાત ધીમે-ધીમે ભૂલાવા લાગી. ક્યાંયથી યોગ્ય વાત મળી નહિ. એક દિવસ અચાનક એક ત્રીસેક વર્ષનો યુવાન રાજ્યમાં આવ્યો.તેણે રાજાને આ વિશે વાત કરી.

રાજા કહે, તમારી વાત રજુ કરો.એટલે તે યુવાને કહ્યું,"પેલી વાત એ લખવી કે, મારા વંશજો પુણ્યના રસ્તે જ ચાલે. બીજીવાત મારા દરેક વંશજો પ્રજાવત્સલ રહે અને ત્રીજીવાત આ રાજ્યમાં ક્યારેય કોઈ કલેશ મનદુઃખ ન થાય.

આમાં અન્યના હિતની વાત આવી ગઈ. તમારા વંશજો પુણ્યના કામ કરે એ સત્ય થઇ જાય એટલે એક પણ રાજા સ્વચ્છંદી કે અન્યાયના માર્ગે ન જાય. અને ત્રીજીવાત રાજ્યમાં ક્યાંય કલેશ ન થાય એટલે પ્રજા ખુશ રહે.એટલે ભવિષ્યમાં રાજ્યમાં કોઈ અંધાધૂંધી ન ફેલાય એટલે રાજાએ કોઈ પર આકરું પગલું ન લેવું પડે.

રાજા તેની વાત સાંભળી ખુશ થયો અને ત્રણ પ્રદેશ ભેટ કર્યા.અને કિતાબમાં બ્રાહ્મણની પુજા વિધિ સાથે આ વાત લખી. 


Rate this content
Log in