Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અણસમજુ

અણસમજુ

3 mins
11.7K


અમુક માણસોને પોતાની જ વાત પકડી રાખવાની ટેવ હોય છે.. એ કોઈ પણ સંજોગોમાં પોતાની જીદ છોડતાં નથી પછી એનાં માટે એ પરિવાર સાથે પણ બગાવત પર ઉતરી જાય છે...

આજે સવારથી જ ઈલા બૂમો પાડતી હતી કે તમે સમજતાં કેમ નથી ?

આ કોરોના વાયરસમાં કયારે સંક્રમિત થઈ જઈશું ખબર પણ નહીં પડે તમે બીજાનાં કામ કરવાનાં છોડીને ઘરમાં રહો...

પણ આલોક કોઈ નું સાંભળતો જ નહીં...

પોતાની સાયકલ ને હવાઈ પરી કહેતો અને એ સાયકલ લઈને જ આખો દિવસ બીજાનાં કામ નાં ધક્કા ફેરા ખાતો..

એક કપ ચા કોઈ પીવડાવી દે તો જાણે ગુલામ બની જતો..

ઘરમાં દિકરો જીગર અને વહુ સંધ્યા પણ ઘણું સમજાવતાં પણ આલોક બસ એક જ વાત કરતો મારી મરજી મને કોઈ એ ટોકવાનો કે રોકવાનો નહીં મારી મરજી હું જે કરું એ ...

અને તમે ભૂલી ગયા છો પણ હું નથી ભૂલ્યો સુનીલ નાં અહેસાન...

ઈલા અને જીગર કહે પણ આપણે ક્યાં એમનું એહસાન જ લીધું છે ...!!!

આપણે પાઈ એ પાઈ ચુકતે કરી દીધી છે...

તમે કેમ સમજતાં નથી...

આલોક કશું સાંભળ્યું નાં સાંભળ્યું કરીને સુનીલ નાં ઘરે સાયકલ લઈને જતો રહ્યો...

અને ઈલા સંધ્યા ને વાત કરી રહી કે તું જ કહે બેટા આમાં એહસાન ક્યાં આવ્યું.????

એક જ શાળામાં ભણતા પાંચ ખાસ દોસ્તારો એમની દોસ્તી જ અલગ હતી...

નવ ધોરણ સુધી એક સાથે ભણ્યા અને દશમાં ધોરણમાં એવું નક્કી કર્યું આ પાંચેય દોસ્તો એ કે ભવિષ્યમાં આપણે એક સાથે એક જ સોસાયટીમાં રહીશું ...

આમ બધાં પોતપોતાની હોશિયારી અને રૂપિયા નાં લીધે ભણ્યા...

આ પાંચ ભાઈબંધ માં સુનીલ બિલ્ડીંગ કોન્ટ્રાક્ટ બન્યો...

આલોક એક કંપનીમાં નોકરીએ જોડાયો કારણકે એ દશ ધોરણ પછી ભણ્યા જ નહીં...

ત્રીજો મિત્ર મંયક શિક્ષક બન્યો..

ચોથો મિત્ર રોહીત વકીલ બનયો...

અને પાંચમો મિત્ર હિતેશ ડોક્ટર બન્યો...

આમ આ પાંચેય ની દોસ્તી શાળાનાં સમયથી ચાલતી રહી..

રોજ બરોજ આ લોકો એક જગ્યાએ ભેગા થતાં અને બધાં ભણીગણીને કાબેલ બન્યા...

સુનીલે આ જગ્યા લીધી અને બધાં જ એ શાળાનાં દોસ્તો ને કહ્યું કે જેની જોડે જેટલી સગવડ હોય એ પ્રમાણે પ્લોટ ખરીદે એ પ્રમાણે હું તમને મકાન બાંધકામ કરી આપીશ હું મારો નફો નહીં લઉં પણ મટીરીયલ્સ અને મજૂરીકામ નાં તો રૂપિયા તમારે જ આપવા પડશે...

ટૂંકમાં જેને જેવું ઘર બનાવું હોય એણે એટલાં રૂપિયા ખર્ચ કરવાનાં અને બધાં એ પોતપોતાની સગવડ પ્રમાણે રૂપિયા ભર્યા ...

આલોક પાસે તો એટલી સગવડ નહોતી પણ એ શાળાનાં દોસ્તો સાથે રેહવા બે રૂમ રસોડાનો પ્લોટ લીધો અને એટલું જ ચણતર ... પણ રૂપિયા નહોવાથી...

કમાઈને ચૂકતે કરવા હપ્તા બાંધ્યા અને એ બધાં જ રૂપિયા પૂરાં ચૂકતે કરી દીધાં અને પછી જીગરે ગયા વર્ષે ઉપર આ માળ ખેંચ્યો...

હવે બોલ બેટા આ અહેસાન કહેવાય?

સંધ્યા કહે ના મમ્મી..

પણ છતાંય આટલાં વર્ષોથી એમનાં ઘરનાં દરેક કામ એક ગુલામ ની જેમ કરે છે આપણે નથી બોલતાં..

પણ..

આ મહામારીમાં તો સમજવું જોઈએ ને..

મયંક ભાઈ પણ સમજાવે છે પણ સમજતાં જ નથી...

બસ આખો દિવસ નોકરીએ જતાં ને આવતાં સુનીલ નાં ઘરે જી હજૂરી કરવા જાય છે...

અને સૂનીલ ની માતા અમિતા બા...

એ ખોટાં વખાણ કરીને દેખાડો કરે એમાં તો ગાંડા ની જેમ બા... બા કરતાં દોડતાં રહે છે...

ઘરનું કોઈ નાનું મોટું કામ હોય એ કરવું નથી...

પણ ત્યાં એ એક ગુલામ ની જેમ સતત સાયકલ લઈને દોડતાં જ રહે છે ...

એમને ઘરે બે બે ગાડીઓ છે... સુનીલે વહેલાં લગ્ન કર્યા હતા તો છોકરાઓ પણ છે એ લોકો પોતાની સલામતી માટે ઘરની બહાર નથી નીકળતાં અને આ કોઈ વાત સમજતાં નથી...

અને એ લોકો પણ ઘરમાં રહીને આલોક ને ફોન કરીને આ વસ્તુ લઈ આવ, ને પેલી વસ્તુ લઈ આવજો એમ ધક્કા ખવડાવે છે અને આ એહસાન છે એમ કહી ને દોડે છે જીવના અને પરિવાર નાં જોખમે..

આને અણસમજુ કેહવા કે અર્ધ ગાંડા કહેવા કંઈ સમજાતું નથી...

અને ત્યાં જ આલોક પર અમિતા બા નો ફોન આવ્યો કે કાચી કેરી લાવી આપ બેટા...

અને આલોક ઘરનાંની નાં છતાયે સાયકલ લઈને કેરી લાવી આપીને બે કલાક પછી ઘરે આવ્યા....

આમ આલોક અને એની હવાઈ પરી સાયકલ બસ અવિરત પણે દોડતાં રહેતાં....


Rate this content
Log in