અણધારી મુશ્કેલી
અણધારી મુશ્કેલી
1 min
139
અણધારી મુશ્કેલી ચારેકોર ફેલાયેલી છે. અનિતા સાસરેથી પિયર ખોળો ભરાવીને આવી હતી. એક અઠવાડિયા પહેલાં જ દીકરીને જન્મ આપ્યો ને દવાખાનેથી ઘરે આવી અને કોરોનાની વિકરાળ લહેરમાં અનિતાને ખબર જ નાં પડી કે એને કોરોના કઈ રીતે થયો ખબર જ નાં પડી. ઘરમાં રહીને દવા ચાલુ કરી અને અચાનક જ અનિતાની તબિયત બગડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ઓકિસજન પર રાખવામાં આવી પણ અનિતાની તબિયત વધુ બગડતી ગઈ. અચાનક જ મુશ્કેલી વધી ગઈ અને અનિતા આ મહામારીથી બીજા બચે એની ફરિયાદ કરવા ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ.
