Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અનેક વડીલોની વ્યથા

અનેક વડીલોની વ્યથા

2 mins
96


અનેક વડીલોની વ્યથા છે કે એમનું ઘરમાં બોલેલું એમનાં દીકરાઓને સ્ટ્રેસ પહોચાડે છે. આજકાલનાં સંતાનો એ ભૂલી ગયા કે તમે જન્મ્યા ત્યારથી અનેકવિધ સવાલો પૂછતાં. ગમે ત્યારે સવાલો અને ફરિયાદ કરતાં પણ માતા-પિતાએ સવાલો અને ફરિયાદ હસતાં હસતાં જ સાંભળીને બને એટલું સંતોષપૂર્વક સમજાવવાની કોશિશ કરતાં ત્યારે પૂછેલા સવાલોના બદલે માતા-પિતા એ ક્યારેય એમ નથી કહ્યું કે અત્યારે મારે ઓફિસમાં પ્રોબ્લેમ ચાલે છે ને તારાં સવાલોથી સ્ટ્રેસ થાય છે કે માતાએ ક્યારેય એમ નથી કહ્યું કે અત્યારે મારે ઘરનાં અનેકવિધ કામમાં તું સવાલો નાં પૂછ મને સ્ટ્રેસ થાય છે આ શું રોજ સાંજે અને સવારે સવાલો અને ફરિયાદ જ.

એવું કોઈ માતા-પિતા એ સંતાનો ને નથી કહ્યું.

પણ આજનાં સમયમાં સંતાનો ને એમનાં માતા-પિતાની નાની નાની વાતોમાં પણ સ્ટ્રેસ થઈ જાય છે અને પછી માતા-પિતાને બોલે છે આ શું રોજ સવારે અમે ઊઠીને આવીએ અને તમારી ફરિયાદો હોય અને તમારું મોં હસતું નાં હોય આ જોઈને અમને સ્ટ્રેસ થાય છે.

માતા-પિતા ને મન એમનું સંતાન એટલે એમની દુનિયા એટલે એ નાનાં બાળકની જેમ સંતાનોને ફરિયાદ કરતાં હોય છે.

માતા-પિતા તો દિલની ભાવનાઓ જ વ્યક્ત કરતાં હોય છે પણ વડીલો ભૂલી જાય કે મારી આ લાગણીઓ મારાં સંતાનોને સ્ટ્રેસ પહોંચતું હશે એ તો એમની નિર્દોષ ફરિયાદ કરીને જીવન જીવતાં હોય છે.

સંતાનો વડીલોને એમની રીતે જીવવાની આઝાદી પણ છીનવી લે છે એ ભૂલી જાય છે કે શૂન્યમાંથી સર્જન કરનાર વડીલની જયારે સર્જન કરવાની શક્તિ ખતમ થઈ જાય છે ત્યારે એમને હૂંફની જરૂર હોય છે પણ આ સમાજ અને પરિવાર એજ વડીલનાં વિસર્જનની રાહ જોતા હોય છે.

અનેક વડીલોની વ્યથા છે જે પિંજરામાં પૂરાઈ ને બે ટંક જમવાનું જમે છે પણ મોં ઉપર સદાય ખોટું સ્મિત રમતું રાખીને. કારણકે ફરિયાદો કે દુઃખ વ્યક્ત કરવાથી સંતાનોને તણાવ રહે છે.


Rate this content
Log in