STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અંધેરી નગરી

અંધેરી નગરી

1 min
56

અંધેરી નગરી ને ગંડુ રાજા રાજ્ય કરતો હોય તો પછી પ્રજા પણ એવી જ હોય. એવું ઘણું બધું સોશ્યલ મીડીયામાં ચાલે છે. આપણી શું ગતિવિધિ છે એની ખાલી જાસૂસી કરે છે.. સોશ્યલ મીડીયામાં બની બેઠેલા મહારથીઓ મારાં જ નિયમો, મારી જ સતા ને મારાં જ હુકમો એવું ચલાવે છે જો એમની ચમચાગીરી કે એમની ખુશામત ન કરો તો તમે ગમે એટલું સારું લખતાં હોવ કે સાચાં હોવ પણ તમને મિલીભગતથી એકલાં પાડી દેવામાં આવે છે અને પછી ચેસની રમત રમાય છે.. મારાં જ પ્યાદા આગળ ચાલશે કેમ કે એ રાજા નાં હુકમો માને છે બાકીનાને તો ચેસમાંથી બહાર ફેંકી દે છે આવાં મહારથીઓ બેઠાં છે એમની જ મનમાની ચલાવે છે.

સોશ્યલ મીડીયામાં એમની હા જી હાં માં જી હજૂરી નાં કરી તો તમે પરિવારના ગદ્દાર વ્યક્તિ હોવાનું લેબલ લાગી જાય છે બાકી ચમચાગીરી કરનાર બધાં જ એમનાં વફાદાર હોય છે કારણ કે એમની ખુશામત કરે અને મસ્કા મારવાની આવડત હોય.

અંધેરી નગરી ને ગંડુ રાજા ને એવી જ એમની લાલિયાવાડી ચલાવે છે.


Rate this content
Log in