Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

અમુક માણસો

અમુક માણસો

2 mins
123


અમુક માણસો પોતાની જાતને એટલાં હોશિયાર સમજે કે બીજાં બધાંને એ બુદ્ધિ વગરના સમજે... પોતેની જાતને હોશિયાર સમજતાં લોકો એ ભૂલી જાય છે કે સત્ય ક્યારેય છૂપાવી શકાતું નથી.. તમે ગમે તેટલા પ્રયત્નો કરો સત્ય તો ઉજાગર થઈ જાય છે.

આપણે પ્રિત ના કરવી હોય તોય પરાણે પ્રીત કરાવે અને પાછાં આપણાથી છૂપાતા ફરે અને જુઠ્ઠાણાં હાંકે જ રાખે.. આપણે એમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હોય પણ ઘરે આવવું હોય નહીં એટલે સમય જ નથી મળતો અને પછી જાતજાતના અને ભાતભાતની જગ્યાએ ફરવા ગયા હોય એનાં સ્ટેટસ ઉપર ફોટા જોવા મળે ! આપણને એનાથી પણ વાંધો નથી, ફરે ભાઈ આપણે શું ? એમનાં રૂપિયા છે એમને યોગ્ય લાગે ત્યાં વાપરે પણ વાંધો ત્યાં પડે કે વગર પૂછે આપણને એમનાં પ્રોગ્રામમાં શામેલ કરે અને પછી આપણે આતુરતાથી રાહ જોઈએ અને એ તો આપણને જાણકારી પણ ના આપે અને એ પ્રોગ્રામ પૂરો પાડે છે, આ તો દુઃખ ત્યારે થાય કે જ્યારે સોશિયલ મીડીયામાં ફોટા જોવા મળે..

અરરરર શું જમાનો આવ્યો છે એ ખબર નથી પડતી કે પહેલાં બીજાને પ્રોગ્રામમાં શામેલ કરવા પરાણે તૈયાર કરવામાં આવે અને પછી યાદ પણ ન કરે કે નાં કોઈ જવાબ આપે..

આવાં પરાણે સંબંધ શાં માટે રાખતાં હશે એ નથી સમજાતું ! કોઈ તમને કહે છે કે નાં ભાઈ હું તારાં વગર ભૂખી મરી રહી છું કે તમારાં સંબંધ વગર હું જીવી નહીં શકું ? તો શા માટે આવું કરવું પડે છે ?

ભગવાને બુદ્ધિ સૌને આપી છે જ પણ તમે ચાલાકીથી ચાલો છો બીજા ભાવનાઓથી ભરોસામાં રહી જાય છે એટલે તમે વધુ હોશિયાર છો એમ સાબિત નથી થતું.


Rate this content
Log in