Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમુક લોકો

અમુક લોકો

2 mins
460


અમુક લોકો પોતાની જાતને એટલી બધી હોશિયાર અને બુધ્ધીશાળી સમજે છે કે બીજાને તુચ્છ સમજવા લાગે છે. આખો દિવસ કે જ્યાં ને ત્યાં એ બીજાઓને હલકાં અને ખરાબ ચિતરવાની કોશિશમાં જ લાગેલાં હોય છે અને બીજાની મજાક મશ્કરી કરીને પાશવી આનંદ કરતાં હોય છે એમને બીજાની આવડત અને ગુણો નજરમાં આવતાં જ નથી બસ જ્યારે ને ત્યારે એક જ કામ નિંદારસ ( ખોદણી ) કરે. ખરેખર આવાં ભેજાબાજ અને ખોદણી કરતાં લોકો માટે સર્વે કરીને આવાં લોકોને જેસીબી મશીન બંધ કરીને ખોદકામની કામગીરી એમને સોંપવામાં આવે તો જે કામ જેસીબી મશીન કરે એનાથી પણ ચારગણી ઝડપથી આવાં લોકો ખોદણી કરીને ખોદકામ કરી નાંખે. આવાં લોકોનો ઉપયોગ જો સરહદ ઉપર કરવામાં આવે તો ?

ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય... કોઈનાં માટે બે શબ્દ પણ સારાં બોલતાં એમની જીભ દુઃખી જાય પણ નિંદારસ કરતાં સમય ઓછો પડે છે.. આ જાડી છે ને આ તેવી છે આ કાળી છે ને આણે આ કપડાં કેવાં પહેર્યા છે... આવું આવું બોલનારા એવું પણ વિચારતાં નહીં હોય...! નહીં જ વિચારતા હોય કારણકે મનમાં આવે એ બક... બક... બક... બક... બક.. બોલે રાખવાનું એ જ એમનો જીવનમંત્ર હોય છે જો અંતર આત્મા જીવતો હોય તો વિચાર આવે કે એ જાડી હોય કે કાળી હોય કે ગમે તેવી હોય એની સાથે શું નિસ્બત... નિસ્બત તો એનાં ગુણોથી હોવી જોઈએ ને ?

પણ આવાં નિંદારસમાં જ તલ્લીન રહેતા લોકોને કેમ સમજાવી શકાય.

જાડી હોય એટલે એ ખા.. ખા નાં કરતી હોય પણ ખુશમિજાજ હોય એ બીજાની ઈર્ષા કે જીવ બાળતા નાં હોય ... અરે ગામડાંની ભાષામાં કહીએ ને બળેલાં એવાં નાં હોય એનાં શરીર જાડાં જ હોય ... પણ હાય રે જલન.... 

મને તો નિંદારસ અતિપ્રિય રે બીજો રસ મને ગમતો નથી

એવાં લોકો ને કંઈ ખબર પડતી જ નથી.


Rate this content
Log in