* અમાસ*
* અમાસ*


અમાસની કાળી અંધારી રાત પછી એક નવી ઉજળી સવાર હોય છે. આપણે ત્યાં અમાસને ખરાબ ગણવામાં આવે છે કે અમાસે કોઈ સારુ કામ ના થાય, નહીં તો નુકશાન થાય. પણ એવું હોતું નથી. મરણ અને જન્મ કયાં અમાસ કે પૂનમ જોઈને આવે છે. જેટલા નેગેટિવ વિચારો કરીશું એટલું જ નુકસાન થશે. માટે અમાસને પણ પોઝિટિવ વિચારો સાથે અપનાવો.
અમાસ તો બહુચર માતાજીની ભરવામાં આવે છે. અમાસે સાત્વિક રીતે મંત્ર, તંત્રની ઉપાસના કરવાથી ત્વરિત ફળ મળે છે. તો હવે વિચારો કે અમાસ કઈ રીતે નુકસાનદાયક છે ? કુદરતની કોઈ રચનાથી નુકસાન નથી. બસ આપણા જ જેવા વિચાર અને આચાર હોય એવો પડઘો પડે છે અને એમ ઘટના ઘટે છે. અને અમાસ નાહક બદનામ થાય છે. આપણે અમાસને ભૂત, પ્રેત સાથે જોડી દીધી છે અને એક ડરનો માહોલ ઉભો કર્યો છે. અને તાંત્રિકો અને અઘોરી લોકો સ્મશાનમાં સાધવાનો દિવસ બનાવી દીધો. જેને આપણે કાળાજાદુ તરીકે ઓળખીએ છીએ..
આમ અમાસ તો સૃષ્ટિના રચયિતાનો ભાગ જ ભજવે છે. સાચા અને સારા લોકો માટે અમાસ કે પૂનમમાં કોઈ જ ભેદભાવ હોતો નથી. સૃષ્ટિનો ક્રમ છે, એમ જ ફરતું રહે છે ચક્કર અને આપણે ખોટી અંધશ્રદ્ધાને પોષણ આપતા રહીએ છીએ. આજ સુધી બધાએ પૂનમ પર ગીતો, ગરબા બધું લખ્યું પણ કોઈએ અમાસ પર હજુ લખ્યું જ નથી. શા માટે ?