Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અમારી વેદના

અમારી વેદના

1 min
65


અમારી વૃક્ષોની વેદના આજે હું રજૂ કરું છું. અમારે પણ હૃદય છે જે સંવેદનશીલ છે.

અમારે વૃક્ષોને પણ જીવન હોય છે, અમારી પણ કંઈ ઈચ્છા હોય છે, અમે પણ પોતાના પરિવાર ને ( ફળ, ફૂલ, પાન ) ખુશ જોવા માંગીએ છીએ..

અમને માન સન્માન આપો તેવી ઈચ્છા હોય છે. અમારી કાળજી લેશો તો જ પ્રકૃતિ ખીલી ઉઠશે ને એ થકી જ દુનિયામાં ખુશી ઓ ની બહાર આવશે. અમારું જેટલું જતન કરશો એટલી જ સ્વચ્છ હવા અને અન્ન, ફળ ફળાદિ મળશે..

જેમ એક બાળકને માવજત કરશું તો તે મોટું થઈને કંઈક બનીને દેશનું ભલું કરશે.એમજ અમારી માવજત કરશો તો ફૂલ અને ફળનો અનેરો લાભ મળે છે.એમ જરાં અંગો કાપીને અમને લોહી લુહાણ કરી દેવામાં આવે છે..

હકીકતમાં તો માનવી એ શપથગ્રહણ કરવા જોઈએ કે અન્ન અને કાગળ નો બગાડ નહીં કરીએ. તો જ અમારું ભવિષ્ય સુખમય બની રહે.અમારાં અંગો કપાવાથી જે વેદના થાય છે એ તમને નહીં સમજાય એ‌ માટે વૃક્ષ બનવું પડે. અમારી ભાવના સમજો અને અમારું જતન કરો તો તમે પણ સુખી થશો.


Rate this content
Log in