Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

અખતરાં

અખતરાં

1 min
161


આજકાલ તો આ ગ્રહો નડવાની વાતો બહુ થાય છે.. જાત જાતના જ્યોતિષનાં ચક્કરમાં ફસાઈને હાથમાં કેટલાં નંગો પહેરે છે અને પછી જાતજાતના ગ્રહો માણસને ગૂંચવડામાં પાડે ને

ગૂંગળાવી નાખે છે..

કેટલાં જંતર મંતર અને વિધિ કરવામાં આવે છે પણ સરવાળે કશું વળતું નથી..

આ ગ્રહોથી બચવા માટે લોકો પોતાની મહેનતની કમાણી પણ લૂંટાવી દે છે અને પછી દેવાનાં ચક્કરમાં ફસાઈને બીજી જગ્યાએ દોડે છે અને આમ એક પછી એક નવાં નવાં અખતરાં કરે છે છતાંય ગ્રહ તો એની જગ્યાએ જ હોય છે પણ માણસ આ ગ્રહોનાં ચક્કરમાં પડ્યા વગર પૂર્વગ્રહથી મુક્ત થવા કેમ કંઈ વિચારતા નથી.

જો પૂર્વાગ્રહ છૂટી જાય તો દૂર આકાશમાં રહેલા ગ્રહો નડવાની વાતો ખોટી સાબિત થાય પણ આવું બનતું જ નથી.. પૂર્વાગ્રહ એટલાં ઊંડા ઉતરી ગયા છે કે એને દૂર કરવાને બદલે માણસો જ્યોતિષ, તાંત્રિકને ભૂવાનો સહારો લે છે.

દૂર રહેલા ગ્રહો તો ક્યાંથી નડે પણ પૂર્વાગ્રહ નડયા વગર રહેતો નથી.

એ માટે માણસે જાગૃત થવાની જરૂર છે.

માટે ખોટા અખતરાં કર્યા વગર પૂર્વગ્રહથી મુક્ત થઈ જાવ તો જીવન સુખમય બની જશે.


Rate this content
Log in