અજવાળી રાત.
અજવાળી રાત.


આમ તો દિવાળીની રાતને અંધારી રાત તરીકે ઓળખાય છે. પરંતુ મારાે મનગમતાે તહેવાર એટલેજ દિવાળી. વેકેશન તો હોયજ એટલે મોસાળમાં જતા રહેવાનું કે જયાં આપણી બધી જક પૂરી થાય. મામી અને દાદીમા પ્રેમથી દિવાળીના નાસ્તા અને મિઠાઈ મારી પસંદગીનાજ બનાવે. આખો દિવસ બહેનપણીઓ જોડે રમવાનું ભણવાની કે નિશાળ જવાની ચિંતાજ નહી.
મોસાળમાં તો ભાણિયાઓના માનપાન ઘણાજ હોય. દિવાળી પર તે઼ા પૈસાથી મારા ગલ્લો ભરાઇ જતો. રાત્રે તો એટલા બધા ફટાકડા ફોડવા મળે કે અડધી રાત પસાર થઇ જાય. એ દિવસે આખા વર્ષના અબોલા તૂટી જાય. બધા વડીલોને પગે લાગવાનું જુના વેરઝેર ભૂલીને એકબીજાને ત્યાં જવાનું અને મિઠાઈઓ પર તૂટી પડવાનું. ઘરે આવીને જમવાનું તો નહિજ.
દરેક મંદિરમાં તે દિવસે અન્નકૂટ હોય. અમને તો પ્રસાદ ગ્રહણ કરવામાંજ આનંદ આવે. રાત્રે તો આ઼ખુ ગામ દિવાઓથી જગમગી ઊઠે. ત્યારે કોણ કહે કે આ અંધારી રાત છે. જ્યારે દરેકના દિલમાં વેરઝેર ભૂલીને પ્રેમપ્રગટતો હોય દિવડાઓની રોશનીથી ઝગમગી રહેલી એ દિવાળીની રાત સાથે તો કેટકેટલી યાદો જોડાયેલી છે. માટેજ મને એ અંધારી હોવા છતાં મને એ અજવાળી રાતજ લાગી છે.