Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

અજબ-ગજબ

અજબ-ગજબ

1 min
657


આ જિંદગી છે તો ઉતાર ચઢાવ તો આવ્યાં જ કરે ! ખુશી ઉદાસીની પળો તો આવ્યાં જ કરે. આંસુ સ્મિતની ઈટ્ટ કિટ્ટા તો ચાલ્યા જ કરે. પણ કોક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય. નહીં તો અફાટ રણમાં ઉગેલા થોર જેવું બની જાય. આ જિંદગીના વળાંકો પર અજબ-ગજબ એકસીડન્ટ સર્જાતા હોય છે. એકાદ 'પુશ' વાગે ને જીવવાનો રસ્તો બદલાઈ જાય પણ યાત્રા તો ચાલું જ રહે છે. જીવનયાત્રાના રહી એ એક વાત ભૂલવી નહીં ‌કે જિંદગી આજે છે તો કાલે ના પણ હોય. અને આજે જે આંખોમાં હેત પ્રીતનો દરિયો હેલે ચઢ્યો હોય, કાલે કદાચ એ જ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે. આજે જે ચેહરા પર પહેલી જ નજરે સ્મિતના અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યાં હોય જોઇને. કાલે એમને આપણો ચેહરો જોતાં ધૃણા થાય. આ બધું સ્વાભાવિક છે ! હસતાં હો તો રડવાની તૈયારી રાખો. સ્મિતના સરોવરમાં ડૂબતા પહેલાં આંસુના રણમાં રઝળવાની ક્ષમતા કેળવી લેવી જરૂરી છે. નહીં તો તમારી ભાવના કોઈ નહીં સમજે. કારણ કે દુનિયાનો આ જ નિયમ છે. અજબ જીવનની ગજબ વાતો છે.


Rate this content
Log in