અજબ ગજબ મહેમાન
અજબ ગજબ મહેમાન
રાઘવ ! અલ્યા ક્યાં ગયો ! અહીંયા આવ તો બેટા મને બટેટાની પત્રી સુકવાવ ને ! બટેટાની કતરી ભરેલ ટોપ અગાસીમાં નીચે મૂકતા મૂકતા પૂનમ બોલી. પૂનમનાં પતિ મજૂરી કામ કરતા હતા,ઘરનું પૂરું કરવા માટે પૂનમ નાના મોટા કામ કરતી જેમ કે કોઈ નાં ઘરે જઈ સફાઈ કરી આપવી કે પછી બટેટા ની કાતરી જ કેમ ન કરવી હોય ! પૂનમ બધુજ કરતી. અત્યારે પણ એક મોટા ઓર્ડર માટે એ કામ કરી રહી હતી. રાઘવમાં ની વાત ક્યારેય ટાળતો નહિ અને માં ને મદદ કરવા કાયમ તત્પર રહેતો કારણ એને ખ્યાલ હતો પોતાની મા કેટલી મહેનત કરી પૈસા કમાય છે, પૂનમની બૂમ સાંભળી રાઘવ દોડતો અગાસી પર આવ્યો અને માં ને કહ્યું "તું જા બીજું કામ કર માં હું અહી સૂકવું છું પત્રી !" કહી ટોપ માં નાં હાથમાંથી લઈ અને પોતે કામે વળગી ગયો.
દસ પત્રી મૂકી ટોપમાંથી બીજી કાઢવા ગયો તો પેલી દસ પત્રી ગાયબ હતી ! થયું મારો કૈક વહેમ હશે,અને કામે પાછો લાગી ગયો,પાછું એજ બન્યું ટોપ માં પત્રી લેવા વળે કે પાથરેલ પત્રી ગાયબ થઈ જતી ! આજુ બાજુ જોયું રઘરવને થયું કોઈ પક્ષી લઈ જતું હશે,પરંતુ કોઈજ દેખાયું નહિ,અચાનક આકાશમાંથી એક રકાબી જેવું આવતું ભાળ્યું અને તે ખુબજ ડરી ગયો ! પાછળ હટી ગયો થોડુક પરંતુ રકાબી ધીરે ધીરે નજીક આવવા લાગી અને અગાસી નજીક ઉડતી ઊભી રહી અને એમાંથી એક વિચિત્ર લાગતો એલિયન બહાર આવ્યો અગાસીમાં ઉતર્યો અને એને ઉતારી રકાબી ચાલી ગઈ !
"રાઘવ અહી આવ" કહી એલિયન રાઘવ ને બોલવા લાગ્યો ! એને ખુબજ નવાઈ લાગી થયું આને મારું નામ કેમ ખબર ! "એ તને મારું નામ કોણે કહ્યું ?" પૂછતા પૂછતા મોઢા પર ગુસ્સો અને ડર બંને છલકાઈ રહ્યા હતા."તું ડર માં હું ફલાણા ગ્રહમાંથી આવ્યો છું, પૃથ્વી ની મુલાકાત લેવા" કહી એલિયન રાઘવની નજીક જાય છે, સાંભળી થોડો વિશ્વાસ કરી એ પણ એલિયનની નજીક જાય છે,"જો મિત્ર હું અહી આવ્યો એ પહેલા મે બધીજ માહિતી મેળવી લીધી છે માટે મને તારું નામ ખ્યાલ છે" કહી એલિયન રાઘવને ચિંતા મુક્ત કરે છે.
હું તારી જોડે થોડો સમય રહીશ અને મારે પૃથ્વી પર મહેમાનગતિ કેવી છે એ જાણવું છે તો એ માટે મે તારી પસંદગી કરી છે. કહી રાઘવની પાસે રહેલ ટોપ ઉપાડી ગોળ ફેરવે છે જોત જોતામાં બધીજ પત્રી સુકવાઈ જાય છે ! ચાલ મને આઈસ્ક્રીમ ખાવા લઈ જઈશ ને ! કહી એલિયન રાઘવ ની સામે જોવે છે,પૈસે ટકે ગરીબ હોવાથી રાઘવ વિચારમાં પડી જાય છે કે એલિયન ને કઈ રીતે આઈસ્ક્રીમ ખવડાવો? !
ચાલ જઈએ,કહી એલિયન ને લઇ નીકળે છે,આઈસ્ક્રીમ ની દુકાને ! રસ્તામાં બધા જોવે છે કે રાઘવ એકલો એકલો બોલ બોલ કરે છે,"એ ગાંડો થઈ ગયો છે શું? એકલો એકલો કેમ બોલે છે?" આવું નઈ નઈ તો એને ત્રણેક જણા પૂછે છે રાઘવ એલિયન ની સામે જોવે છે, "હું તનેજ દેખાઈશ !" કહી એ હસવા લાગે છે.
આઈસ્ક્રીમની દુકાને પહોંચે છે બંને,ઉડી ને બે આઈસ્ક્રીમ ટેબલ પર આવે છે જોઇને હાજર બધા જ નવાઈ પામી જાય છે.ખરેખર એલિયન હોય છે આઈસ્ક્રીમ લાવવાવાળો, પરંતુ કોઈને એ દેખાય નહિ માટે બધા ને આઈસ્ક્રીમ ઉડતો લાગે છે. વેપારી ડરી જાય છે અને રાઘવને કહે છે જા ભાઈ જા પૈસા નથી જોઈતાં તારા તું તો મારો એસ એમ બોસ છો ! આઈસ્ક્રીમ ની દુકાન નું નામ એસ એમ આઈસ્ક્રીમ હોય છે માટે એ કહે છે કે તું અહી નો બોસ છો !
એલિયન અને રાઘવ ઘરે પરત આવે છે રાઘવની માં એ જમવાનું ખુબજ સરસ બનાવ્યું હોય છે જે રાઘવનાં પરિવાર માટે ખુબજ સરસ માં આવે કારણ એ લોકો આખી થાળી મહિને એક વાર માંડ જમતા હોય છે ! પરંતુ રાઘવે કહેલ હોય છે કે એનો મહેમાન આવવાનો છે જમવા માટે પૂનમ એ દાળ, ભાત, શાખ તેમજ રોટલી બનાવ્યા હોય છે.
એ રાઘવ ક્યાં તારા મહેમાન ! કે તારે પૂરું ભાણું જોઈતું હતું સાચું કે તો કહી પૂનમ હસવા લાગે છે. માં ને અગાસી એ મોકલે છે કે જોયાવ તો બરાબર મે સૂકવી છે ને કતરી અને પાછળ થી પોતે એલિયન ને પ્રેમથી આદર પૂર્વક જમાડે છે,એલિયન કહે છે પૃથ્વી પર આવી મહેમાનગતિ હશે મને અંદાજ પણ ન હતો ! એટલો સામાન્ય માણસ થઈ તુ મારો પડ્યો બોલ ઝીલવા તૈયાર ! મને એટલું બધું જમડ્યો ! હું ખુબજ ખુશ થયો પૃથ્વી પર આવી ને હો ! કહી રકાબીમાં ચાલતો થાય છે.
