અહિંસા
અહિંસા


અહિંસાનાં માર્ગે ચાલવા મનોબળ મજબૂત જોઈએ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અટલ જોઈએ... સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે પણ અહિંસા એટલે જેમ કોઈનો જીવ લેવો એ હિંસા છે એવી રીતે કોઈનાં દિલને દુભાવવું પણ હિંસા જ છે. બીજાનાં દેહને જેમ પીડા નથી આપવાની એમજ અન્યના દિલને ઠેસ નથી પહોચાડવાની એ જ સાચી અહિંસા છે... પ્રાણીમાત્રને અને મન, કર્મ, વચનથી કોઈ નું દિલ ભૂલથી પણ નાં દુભાઈ જાય એ તકેદારી એટલે જ સાચી અહિંસા ધર્મ છે.
ધાર્મિક હોવું એટલે અંતરથી નાદ કરીને ઈશ્વર ને મહેસૂસ કરવાં... સહજ ભાવથી ઈશ્વર માં તલ્
લીન રહેવું એટલે ધાર્મિક.
આત્માથી ઈશ્વરની નિકટમાં રહેવું તે જ ધાર્મિક... દુનિયાની ભીડમાં તો ભલે આપણે સંસારી બનીને જીવીએ પણ ધર્મનાં જગતમાં તો મનથી અખંડ બનીને જ સમગ્રતાથી કદમ ભરવાં પડે... આ દુનિયાની ભીડમાં રહીને પણ ઈશ્વરને આત્મમાં અહર્નિશ રટણથી સ્મરણ કરવું એટલે ધાર્મિક.
આધ્યાત્મિક ઉન્નતિ માટે મનમાં રહેલો કામ, ક્રોધ, લોભ, માયા બધું જ ત્યજીને નિર્મળ થવું અને આત્માથી ઈશ્વરની સમીપ રહેવું.
ઈશ્વરની ઉપાસના કરીને જિંદગીમાં છવાયેલો અજ્ઞાનનો અંધકાર ઓગાળીને જ્ઞાન નો પ્રકાશ ફેલાવવો એટલે આધ્યાત્મિક ઉન્નતિ થાય.