અહીં કદર નથી
અહીં કદર નથી
અહીં કદર નથી થતી કોઈની તમે તમારું મસ્તક કાપીને કોઈનાં પગમાં મૂકી દો તો મસ્તક ને લાત મારીને કહેશે કે ચલ હટ અહીંથી મારાં પગ ગંદાં કર્યા હવે એને સારી રીતે ધોવાં પડશે.
આ દુનિયામાં જિંદગી જીવવા રંગો તો ઘણા બધા છે, પરંતુ...આ જિંદગીને ટકાવી રાખવા માટે મનની મક્કમતા હોય તો જ રંગોળી કે મેઘધનુષ્ય બની શકે ને જિંદગી જીવી શકાય.. નહીંતર ગમે એટલું લોહી પાણી એક કરીને બીજા માટે જાત ઘસીએ પણ કદર થતી નથી.
આ દુનિયામાં સાચી વ્યક્તિને કોઈ સમજી શકતું નથી. ઘણાં લોકો હૃદયની ભાવનાનું સ્થાન બુદ્ધિને જ આપે છે.
આ દુનિયામાં એટલું સમજાયું કે તમારી અપેક્ષા મુતાબીક જ માણસ વર્તે તો સામેની વ્યક્તિ સારી છે, બાકી એ વ્યક્તિ તદ્દન નકામી અને નઠારી છે એવો અભિપ્રાય બાંધે છે.
તમે ગમે એટલું બીજા માટે જાત ઘસીને મરી જાવ પણ કદર તો નહીં જ કરે એ કરતાં તો પોતાનું ધ્યાન રાખીને સુખી થવું જોઈએ.. કોઈ બે વખાણ કરે કે નાં કરે શું ફર્ક પડે છે.
