અગ્રતાક્રમ
અગ્રતાક્રમ
1 min
14.2K
વૈદેહીની માંગણી એણે ઠુકરાવી. "આવતા વર્ષે ખરીદી લેજે. આ વર્ષે મહત્વનું નથી." પાંચ વર્ષ પહેલાં આરવે આપેલું વચન એણે યાદ અપાવ્યું, "તે કહ્યું હતું નોકરી છોડી દે, તારી જરૂરિયાતો હું પૂરી કરીશ.." આરવ અકળાયો, "હા તો મહત્વની બધીજ જરૂરિયાતો પૂરી કરું છું. નોકરી છોડી તે શું ગુમાવ્યું?" મનમાં લઈ ચૂકેલ દ્રઢ નિર્ણયનો પડઘો વૈદેહીનાં દ્રઢ શબ્દોમાં પ્રતિબિંબિત થયો. "મારી જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવાનો મારો અધિકાર."
