અદાકારી
અદાકારી
આ દુનિયામાં આવ્યાં એટલે જિંદગી જીવી જવાની છે... આ સંસારમાંથી ભવપાર ઉતરવાનું છે... આ સંસાર એટલે જિંદગી... જિંદગી એટલે એક પાત્રીય નાટક જે દરેક વ્યક્તિએ નિભાવવાનું હોય છે આ જિંદગીનાં સ્ટેજ ઉપર દરેકે શ્રેષ્ઠ અદાકારી કરીને ભજવવાનું છે.. જો કોઈ નિર્બળ મનનાં હશે તો સ્ટેજ ઉપર જ પોતાનો અભિનય છોડી ચાલ્યા જશે કારણકે તે સ્વયં પૂર્ણ નથી. જે સ્વયં પૂર્ણ છે એ પોતાના ભાગે આવેલી અદાકારીનો શ્રેષ્ઠ રોલ દાખવીને તેનાં અભિનયના ઓજાસ પાથરીને આ દુનિયામાં એની નામના કરીને જાય છે અને લોકજીભે એ નામ અમર બની જાય છે માટે આ દુનિયામાં દરેકે પોતાની અદાકારી બખુબી નિભવવાની હોય છે પછી સફળતા મળે કે નિષ્ફળતા મળે પણ શ્રેષ્ઠ અદાકારી દાખવી જવાનું છે.
