અચાનક મૃત્યુ
અચાનક મૃત્યુ
વરસાદની ઋતુ હતી. પણ અત્યારેની જેમ નહિ કે બધું કામ મમ્મી કરી લેશે. અમારે તો વાંચવા લખવાનું હોય તોય પહેલા મમ્મીને ઘર કામ બધી જ મદદ કરવાની. ભલે મમ્મી ના કહે ; રહેવા દે તારે સ્કૂલ જવાનું મોડું થશે. તોય મમ્મી નહિ વાર લાગે. હું બધું કામ પતાવી ને જઇશ ! એટલે તારે શાંતિ. 11 વાગે સ્કૂલ જતા પહેલા કચરા પોતા, કપડાં કરીને જતા..એટલે ત્યાં સુધી મમ્મી જમવાનું બનાવી રાખે. એટલે અમે જમી ને સ્કૂલ જઇએ.
એ દિવસે પાણી આવતું ન હતું એટલે આખો દિવસ પાણી જરૂર પડે એમ વિચારી હું કપડાં ધોવા કેનાલે જવાની હતી. મમ્મી કહ્યું આજે તું કંપડા રહેવા દે !!હું બપોરે ધોઇ આવીશ. એમ પણ આ વરસાદ ચઢી ને આયો છે .અને વિજળી જેવું થાય છે. અમારા ઘરેથી દસ મિનિટની દુર પર કેનાલ એટલે મેં મમ્મી કહ્યું !!હું હમણાં ફટાફટ આવી જઇશ!! કપડાંમાં સાબુ લગાવેલા છે ....એટલે ખાલી પાયા મારી પાણી પાર કરવાના છે ..વહેતા પાણી જલદી ધોવાય જશે. બેટા સાચવીને જઇ ને આવજે રસ્તા પણ ભીનાં હશે .
હું કેનાલે કપડા
ં ધોવા પહોંચી અને કપડાં ધોતી હતી ત્યાં જ વરસાદ પવન અને વીજળી ચાલું થયા. એટલે ગભરાતાં ગભરાતાં કેનાલમાં બધા કપડાં ધોવા આવનારે ફટાફટ કંપડા ધોવા લાગ્યા. હું પણ જલદી જલદી કંપડા ધોઇને માથે તગારું ચઢાવીને ચાલવા માંડી. કેનાલની બાજુંમાં જ જવાના રસ્તા એ બધા ખેતર આવેલા હતા. એટલે ઘાસચારો લેવા ગયેલા બધા જલદી પાછા ફર્યા.
હું ચાલતી હતી ત્યાં મારી બાજુ ભીંજાઈ ગયેલા ભાભી માથા પર દાતરડા સાથે ઘાસચારો લઇને પરત ફરતા હતા. ભાભી વજનના કારણે ધીમે ધીમે ચાલીને પાછળ આવી રહી હતી. મારે સ્કૂલ જવાનું હતું એટલે પલડી ન જઉં એટલે દોડતી હોવ એમ ચાલતી હતી. વરસાદ અને વિજળી ને પણ આજે મોડું થતું હોય..!! એમ જોરદાર જામ્યો હતો. મારાથી સાત આઠ ફીટની દુરી પર પેલા ભાભી હશે. અને અચાનક વીજળી જોરદાર અવાજ સાથે પડી. હું તો તગારું ફેંકી સીધી દોડીને ઘર ભેગી પાછું વળીને જોવાની પણ હિંમત ન હતી .તે દિવસે અચાનક પડેલી એ વીજળી પેલા ભાભી ઉપર પડી હતી . જે એજ વખતે અડધા બળીને રાખ થઈ ગયા હતા.