અભિગમ શીખવાનો
અભિગમ શીખવાનો


એક નાનાં ગામડાંમાંથી પરણીને શહેરમાં આવેલી ભારતી.
બાર ધોરણ પાસ હતી એને નવું નવું શીખવાનો અભિગમ હતો એટલે નોકરી કરતાં કરતાં એ ઘણું નવીનતા શીખી.
ભારતી અને પંકજ બંને નોકરી કરતાં હતાં.
એક દિકરી મેઘા અને દિકરો જય.
બંને ને ભણાવ્યા અને પછી બંને એ એમને ગમતાં યોગ્ય પાત્ર સાથે લવ મેરેજ કર્યા. ભારતીએ દિલથી સહકાર આપ્યો.
મેઘા તો નિકુંજ જોડે પરણીને સાસરે જતી રહી એ વાર તહેવારે અથવા ઉનાળાનાં વેકેશન માં બે ત્રણ દિવસ રોકાવા આવતી.
જયે સ્નેહા જોડે લગ્ન કર્યા.
સ્નેહા નામ પ્રમાણે જ સ્નેહાળ હતી.
જય ઘણીવાર ભારતી ને કહે મમ્મી હવે અદ્યતન ટેકનોલોજી વાળો ફોન લઈ લે જેથી તું વોટ્સએપ ને ફેસબુક વાપરી શકે..
ભારતી કહે મારે શું જરૂર છે બેટા.
તોયે જયે લેપટોપ માં ભારતીને ફેસબુક નું ખાતું ખોલ્યું અને થોડું ઘણું શીખવાડ્યું.
પણ ભારતી ને થોડો કંટાળો આવતો હતો.
ભારતી ની વર્ષગાંઠ ઓગસ્ટ મહિનામાં આવે એટલે જય અને સ્નેહા લેટેસ્ટ ટેકનોલોજી વાળો મોબાઇલ લઈ આવ્યા અને ભારતી ને ગિફ્ટ આપ્યો.
અને વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ડાઉનલોડ કરી આપી.
ભારતી ને નાનપણથી જ લખવા વાંચવાનો શોખ હતો પણ એ ડાયરીમાં લખતી હતી એને ટાઈમ કરતાં ફાવતું નહોતું.
સ્નેહા એ ભારતી ને સોસયલ મિડીયા પર કેવી રીતે અપડેટ રહેવું એ શીખવવાનું ચાલુ કર્યું.
પણ ભારતી રસ લેતી નહોતી.
એટલે સ્નેહા એ કહ્યું મમ્મી જો હું આ ફેસબુક માં કેવી રીતે પોસ્ટ મૂકવાની અને કેમ લખવું એ શીખવું છું જો આપ આજે જ આ શીખી જશો અને જાતે પોસ્ટ મૂકશો તો હું તમને તમારી ભાવતી વાનગી બનાવી ને ખવડાવીશ. .
એમ કહીને એ રસોડામાં જતી રહી.
ભારતીએ થોડીવાર મથામણ કરી અને પોસ્ટ મૂકીને લખાણ પણ લખ્યું અને લાઈક, કોમેન્ટ આવવાની ચાલુ થઈ.
ભારતીએ રસોડામાં જઈને સ્નેહા ને બતાવ્યું.
સ્નેહા ખુબ ખુશ થઈ.
આમ ભારતીને શીખવાનો અભિગમ તો હતો પણ કંટાળો આવતો હતો એ દૂર કરવાનું કામ સ્નેહા એ કર્યું.
પછી તો વિધવિધ એપ માં લખતાં અને રચનાઓ મૂકતાં શીખવ્યું. પાછું ભારતીએ જોયું કે બધાં ફોટા પર પોતાનું નામ અને રચનાં નું શિર્ષક લખે છે તો એણે એક એપ્લીકેશન ડાઉનલોડ કરી આપી અને પછી એ શીખવાડી દીધું.
આમ સ્નેહા એ વિધ વિધ ભાવતી વાનગી અને વસ્તુ બનાવીને ખવડાવીશ એમ કહીને સોસયલ મિડીયા માં અપડેટ રેહતા શીખવી દીધું. .
આમ સ્નેહા નો અભિગમ શીખવાડવા નો તો હતો જ પણ સાથે ખવડાવી ખવડાવી ને ભારતીને ખાવાનાં જે બહાનાં હતાં એ પણ દૂર કર્યા અને એનાં લીધે ભારતી નું શરીર પણ સુધર્યું.