અભદ્ર વાણી
અભદ્ર વાણી
1 min
14K
વિનોદ આમતો ખૂબજ સંસ્કારી યુવક. ઘરના બધાજ વડીલોનું માન જાળવવા એ હંમેશાં સ્વચ્છ સંસ્કારી ભાષાનુજ પ્રયોજન કરતો. પણ ઘરની બહાર મિત્રોનું અનુસરણ કરતા ક્યારેક કેટલાક અભદ્ર શબ્દો પ્રયોજાય જતા.
આજે પણ એક જાહેર સ્થળે મિત્રો જોડે ઠઠ્ઠા મશ્કરી કરતા વિનોદના મોઢેથી એવા કેટલાક અભદ્ર શબ્દો નીકળી રહ્યા હતા. એજ સમયે એના પિતાજી કેટલાક મિત્રો જોડે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. એના શબ્દોથી મિત્રો આગળ પિતાજીનો ચ્હેરો શરમથી ઝૂકી ગયો. એ નિહાળી વિનોદની નજર પણ ઢળી પડી અને એને યાદ આવ્યું કે વડીલો ફક્ત ઘરમાંજ થોડી વસતા હોય?
