Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Children Stories Inspirational


3  

Bhavna Bhatt

Children Stories Inspirational


અભાવ-ભાગ ૩

અભાવ-ભાગ ૩

3 mins 589 3 mins 589

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૩

૨૨-૧૨-૨૦૧૯


અક્ષય આ વખતે બહુ મોટી જીદ લઈને બેઠો છે. અમે ત્રણ જણાં મહેનત કરીએ છીએ કે બન્ને ભાઈ બહેન સારું ભણી લે.અને અક્ષયને અમે તકલીફ ના પડે એ માટે અમે ત્રણ અમારી જરૂરિયાત પર પણ કાપ મુકીએ છીએ. પણ એ કહે છે કે આજે જ મને બાઈક લઈને આપો નહીં તો કાયમ માટે ઘરે નહીં આવું એવું કહીને સવાર નો નિકળ્યો છે... અને મને કહીને ગયો છે કે પિતાજીને કહેજે દસ હજાર રૂપિયા લઈને અહીં આવે. આમ અતિથી ઈતી બધી વાત જયસર ને કરી.


જયસરે એ બન્ને ને પાણી પીવડાવ્યું. અને કહ્યું કે તમે ઘરે શાંતિથી જાવ અને જમી લો. હું અક્ષય ને સમજાવીશ.

તમે ચિંતા ના કરશો. મમ્મી અને દિદી ઘરે ગયા. સાંજે મારો ટ્યુશનનો સમય થતાં હું કલાસીસ પર ગયો. તો એમણે કહ્યું કે આજે આપણે વ્યવહારિક જ્ઞાનનો વિષય ભણીશું. બોલો બધાં તૈયાર ?

વિધાર્થીઓ કહે 'જી સર'

જયસર કહે 'કોણ કોણ ઘરમાં માતા પિતાને મદદ કરે છે એ હાથ ઉંચો કરે.'

બહું ઓછાં છોકરાઓ એ હાથ ઉંચો કર્યો...

તો જયસર કહે, 'આપણી જરૂરિયાત પૂરી કરવા આપણા માતા-પિતા તનતોડ મહેનત કરે છે તો આપણે પણ ઘરમાં કામ કરવું જોઈએ એમાં શરમ ના રખાય. હું પણ કરું છું મારાં ઘરે કામકાજ. કોક દિવસ માતા પિતાને શાકભાજી લાવી આપો. અને ઘરકામ માં મદદ કરો... બોલો કરશો ને.

'જી સર...'


'હવે બોલો કોણ કોણ માતા પિતાની મહેનત ના રૂપિયા મોજશોખમાં જ વાપરે છે ?  તમે કંઈ કમાવ છો ?'

અડધો કલાસ ચૂપ થઈ ગયો.

જયસર કહે માતા પિતા આપણને ભણાવે ગણાવે એ માટે એમનાં મોજશોખ અને જરૂરિયાત પર કાપ મૂકે છે. અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરે છે પણ આપણે દેખાદેખી અને ફેશન અને મોજશોખમાં એમનો રૂપિયો વાપરીએ છીએ. ક્યારેય તમે એક હજાર રૂપિયા પણ કમાઈને મા બાપને આપ્યા છે ? હું દસમાં ધોરણ ના વેકેશનથી જ સાતસો રૂપિયાના પગાર ની નોકરીમાં રહ્યો હતો અને બારમા ધોરણથી મારો ભણવાનો અડધો ખર્ચ હું જાતેજ કાઢતો હતો. હું પણ ખૂબજ અભાવમાં ઉછરેલ છું. પણ કોઈ વસ્તુ માટે મેં કોઈ જીદ કરી નથી. જમવા માટે પણ નહીં. જે મળે એ જમી લેવામાં માનું છું. મેં મારું બાઈક મારા પોતાના રૂપિયાથી લીધું હતું. જો તમારે પણ મોજશોખ કરવાં હોય તો કમાવો અને મોજશોખ કરો. મા-બાપની પાસે ખોટી જીદ ના કરો એવી મારી વિનંતી તમને બધાને. અને છતાંય જો કોઈ ને કમાયા સિવાય ખાલી મોજશોખ કરવાં હોય એણે મા-બાપના ભણાવાના રૂપિયા બગાડવા નહીં.


હું આ સાંભળીને રડી પડ્યો. જયસર મારી પાસે આવ્યા અને મને પુછ્યું 'શું થયું અક્ષય ?'

મેં બધી મારી ભૂલ કબૂલ કરી. જયસરે મને પાણી પીવડાવ્યું અને કહ્યું કે અક્ષય તું તો બહુ જ સમજું છે. જાતે કમાઈને મોજશોખ કર. અને મા-બાપ ને દુઃખી ના કર. મેં સરને પ્રોમીસ આપ્યું કે હું કમાઈને તમારી જેમજ મારા રૂપિયાથી બાઈક લઈશ. સર તમે મારી આંખો ખોલી દીધી.


ત્યારથી હું શનિવારે બપોરે અને રવિવારે હું રીક્ષા ચલાવું છું મેમ. અને હા હવે હું જમવાનું બધુંજ જમી લવ છું. ઘરમાં હું મારી કમાણી આપું છું. અને એક ગલ્લામાં પણ થોડાં થોડાં જમા કરું છું જેથી મારાં મોજશોખ પણ પુરા કરી શકું. મેમ અમે ખુબ નશીબદાર છીએ કે અમને આવાં જયસર મળ્યા છે. જે અમને સારાં અને સાચાં રસ્તે જવાનું શિખવે છે. ખાલી પુસ્તકીયા કીડા નથી બનાવતા


આવાં સર માટે તો અમને પણ બહુંજ માન છે એટલે જ તમને જોઈને હું આવ્યો. મેમ લો વાતો વાતોમાં આ તમારુ ઉતરવાનું સ્થળ આવી ગયું. તમને કલાક થશે મેમ.

મેં કહ્યું 'હા બેટા તમે આવો હું ત્યાં અહીં એક નજીકનો ફેરો કરી અહીંજ ઉભો છું.'


હવે ફરી મળીશું જયસરની નવી વાત લઈને, તમારા અમૂલ્ય અભિપ્રાયની જરૂર છે.


Rate this content
Log in