Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અભાવ- ભાગ ૨

અભાવ- ભાગ ૨

3 mins
563


આ વખતે મેં બહુ મોટી જીદ લીધી કે મારા ભાઈબંધોને બાઈક છે તો મને નવું નહીં તો જુનું પણ બાઈક અપાવો. રોજબરોજ હું ઘરમાં બોલતો. માતા પિતાએ સમજાવ્યો કે હાલ તમારા ભણાવાના ખર્ચ છે તો પછી લઈ આપીશું ત્યાં સુધી તું કોલેજમાં પણ આવી ગયો હોય. પણ મારે તો મારો વટ પાડવો હતો. એટલે એક દિવસ સવારે નિશાળે જતાં હું કહીને નિકળ્યો કે,

'આજે સાંજે બાઈક જોયે નહીં તો હું ઘરે નહીં આવું. હાલ હું સ્કૂલમાં જવું છું. ત્યાં થી છૂટીને હું મારા દોસ્તના ઘરે જઈશ. અને સાંજે જયસરના ટ્યુશન ક્લાસ પર. ટ્યુશન ક્લાસ છૂટવાના સમયે પપ્પા ત્યાં આવે અને બાઈકના દસ હજાર આપે તો સાંજે મારો એક દોસ્ત એનું બાઈક વેચવાનું છે તો મને આપશે. એક વર્ષજ વાપરેલું છે બાઈક. તમે લોકો તો નવું લઈ આપશો નહીં. એ નવું હાલનું લેટેસ્ટ બાઈક લે છે એટલે. એ કેટલો સારો છે કે ખાલી આપણાને વીસ હજારમાં જ આપે છે. પહેલાં દસ હજાર આપીને દર મહિને બે હજારનો હપ્તો. તો તું પપ્પાને દસ હજાર લઈ મોકલજે નહીં તો હું ઘરેજ નહીં આવું.


મમ્મી પાછળ દોડી સમજાવવા પણ હું ગુસ્સામાં નિકળી ગયો. મારી માતા ચિંતામાં પડી ગઈ. એ જાણતી હતી કે મારા પિતાનો મહિને પગારજ બાર હજાર રૂપિયા છે. એટલે તો પિતા રીક્ષા ચલાવીને વધારે રૂપિયા કમાવવાની કોશિશ કરે છે. એ વિચારોમાં ઘરમાં આંટા મારતી રહી અને એને જયસર યાદ આવ્યાં. મારી દીદી કોલેજથી આવી જમીને નોકરી પર જતી. દીદી ઘરે ગઈ એટલે મમ્મી એ કહ્યું કે 'તું બેટા જમી લે.'

દીદી કહે 'કેમ તારે નથી જમવું ? અને અક્ષય ક્યાં છે ?'

મમ્મી કહે 'એ સવારે આવું કહીને ગયો છે,' કહી દીદીને બધી વાત કરી.

દીદી કહે 'તો મારે પણ જમવું નથી.'

મમ્મી દીદીને પુછ્યું કે 'બેટા તારી પાસે જયસરનો નંબર છે ?'

દીદી કહે 'હા...'

તો તું ફોન કરી પુછી જો ને જયસરને કે એ હાલ ક્યાં મળશે ?

દીદી કહે 'સારું..'


દીદી એ ફોન કર્યો... જયસરે ઉપાડ્યો.

'બોલો શું કામ છે ?'

દીદી કહે 'હું તમારા વિધાર્થી અક્ષયની મોટીબહેન બોલું છું.' એક કામ હતું તો મારે અને મમ્મીને તમને અક્ષય માટેજ મળવું છે. તો તમે ક્યાં છો હાલ ?'

જયસર કહે 'હાલ તો હું ઘરે જમવા આવ્યો છું પછી એક કલાક રહીને વટવા કલાસીસ પર જ છું. જયસર કહે કંઈ ઈમરજન્સી હોય તો જલ્દી આવું.'

દીદી કહે 'બને એટલા જલ્દી આવી મને આ નંબર પર કોલ કરજો.'

જયસર કહે 'સારું...'


જયસર જમીને વટવા કલાસીસ પર પહોંચીને દીદીને ફોન કર્યો કે 'હું કલાસીસ પર આવી ગયો છું અને હાલ હું નવરો છું. પછી મારે વિધાર્થીઓ આવશે તો બેચ ચાલુ થઈ જશે તો શાંતિથી વાત નહીં થાય.'

દીદી કહે 'અમે દસ જ મિનિટમાં આવ્યાં.'


દીદી અને મમ્મી રીક્ષા કરી ને કલાસીસ પર પહોંચ્યા. દીદી અને મમ્મી ને ગભરાયેલા અને ચિંતા ગ્રસ્ત જોઈ ...

જયસરે પુછ્યું 'બોલો શું થયું છે ? તમે આમ ગભરાઈ ગયેલા કેમ છો ? અક્ષય બરાબર છે ને ?


મારી મમ્મી રડી પડી કહે 'સાહેબ તમે જ કંઈક રસ્તો કરી આપો. અક્ષય જીદ લઈને બેઠો છે. અને અમે સમજાવ્યો પણ એ સમજતો નથી.


(હવે આગળ ના ભાગમાં શું આવશે એ જરૂરથી ત્રીજો ભાગ વાંચો. અને આપનો અમૂલ્ય અભિપ્રાય અચૂક આપો....)


Rate this content
Log in