આવુું બને છે ?
આવુું બને છે ?
એક ઘટનાએ લેખ લખવા મજબૂર કરી છે.. એક લાકડીએ બધાંને નાં હંકારી શકાય.. પણ આવું બને છે ?
એક જેવાં નથી કોઈ પણ આજકાલ ઘણાં ખરાં આવું કરતાં હોય છે.
નાની કે મોટી તકલીફ હોય અને ડોક્ટર પાસે જવું પડે એટલે ડોક્ટર નિદાન કરવાની જગ્યાએ પાંચ છ જાતનાં ટેસ્ટ અને અલગ અલગ-અલગ પ્રકારના રિપોર્ટ કરાવડાવે અને પછી મોંઘી મોંઘી અને હાઈ પાવરની દવાઓ ચાલુ કરાવડાવે..
આમાં પેશન્ટની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે અને હાઈ પાવરની દવાઓથી શરીરમાં બીજી આડ અસરો થાય છે અને બકરું કાઢતાં ઊંટ પેસી જાય છે આમ એક ડોક્ટર પછી બીજા ડોક્ટર પાસે જવું પડે છે અને ઘરમાં ઉપાધિ, ટેન્શન અને તકલીફો વધતી જાય છે અને રૂપિયાથી પણ ખાલીખમ થઈ જવાય છે અને છતાંય જે રોગ માટે ડોક્ટર પાસે ગયા હતાં એ રોગ તો એમનો એમ જ રહી ગયો હોય અને બીજી તકલીફોની દવાઓ ચાલુ કરવી પડે છે અને પછી હાઇપર એસીડીટીનાં અને અનિદ્રાનાં શિકાર બની ચૂક્યા હોય છે... આ વાત એક ઘટના થકી લખવા પ્રેરણા મળી છે.
પણ વિચારવા જેવું ખરું કે ડોક્ટર પાસે સારવાર લેવી પડે તો કોઈ ડોક્ટર સાચું નિદાન કરીને ઇલાજ કેમ નથી કરતા અને વાતેવાતે અઢળક રિપોર્ટ કરાવે છે જે યોગ્ય નથી લાગતું..
મારો પણ સવાલ છે કે આ યોગ્ય છે ?
હા જરૂર હોય એટલાં રિપોર્ટ કરાવવા જોઈએ પણ નથી જરૂર એવાં રિપોર્ટ કરાવીને શું કામ દર્દીની સારવાર થઈ નાં શકે..!
કમસેકમ કમ દર્દીની શારીરિક સ્થિતિ સાથે એની માનસિક સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ કે નહીં ?
જરૂર હોય તો રિપોર્ટ કરાવો પણ નાની વાતમાં પણ રિપોર્ટ નાં ઢગલાં કરાવે છે.
બધાં સરખાં નથી હોતાં પણ આજના આ સમયમાં સાચાં અને સારાં ડોક્ટર શોધવા પણ મુશ્કેલ બની ગયું હોય એવું લાગે છે.
પહેલા તો મોટી તકલીફોમાં જ રિપોર્ટ કરાવતાં હતાં પણ હવે તો તમે દવાખાનામાં પગ મૂક્યો એટલે શારીરિક, માનસિક અને રૂપિયાથી ખાલી થઈ જાય છે.
અપવાદરૂપ કિસ્સાઓમાં બનતું હશે પણ અત્યારે માહોલ એવો જ સર્જાયો છે.
અને પાછું એક ડોક્ટર પાસેથી બીજા ડોક્ટર પાસે જાવ એટલે આગલે દિવસે જ કરાવ્યો હોય એ રિપોર્ટ માન્ય ગણતાં નથી અને એમની માનીતી લેબોરેટરીમાં જ ફરીથી એ રિપોર્ટ કરાવે છે.
તો સવાલ એ થાય કે એ લેબોરેટરી એમજ ચાલે છે ?
આમાં યોગ્ય અને અયોગ્યનું માપદંડ કોણ કાઢી શકે ?
મારો આ લેખ કંઈ ડોક્ટર માટે વિરોધ કરવા નથી લખ્યો પણ સ્થિતિ પણ કંઈક લેબોરેટરી ઉપર જ નિર્ભર હોય એવું લાગે છે.
