આવું ઘણું બધું
આવું ઘણું બધું
આપણે કોઈ સામાજિક કે પ્રેમની સ્ટોરીવાળું મુવી જોવામાં ઓતપ્રોત થઈ ગયા હોઈએ અથવા કોઈ રસપ્રદ વાર્તા વાંચવામાં તલ્લીન થઈ ગયા હોઈએ ત્યારે આપણને જે મેઈન પાત્ર ( નાયક, કે નાયિકા) હોય એનાં જીવનમાં ખૂબ જ તકલીફો પડતી હોય, ખુબ દુઃખ દર્દ સહન કરતાં હોય, ત્યારે અનાયાસ ઘણા લોકોની આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે અને મનોમન પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના પણ કરી દે કે એને હવે સુખ મળે કે પ્રેમી કે પ્રેમિકા મળી રહે.
પણ વાસ્તવિક જીવનમાં આપણી જ આસપાસ રહેતા કે સગાં સંબંધીને તકલીફ હોય કે કોઈ શારીરિક રોગ હોય તો કેવો ઉદગાર નીકળી જાય ? બરાબર છે એ જ લાગની છે બહું ઊડતી હતી તે !
એનાં કર્મો જ એવાં હશે ! મોટી ભક્તાણી થઈને ફરતી હતી તે ભોગવે હવે આપણે શું ? અને ભૂલેચૂકે જો કોઈ કારણસર કોઈ સાથે મનદુઃખ થયું હોય તો ?
બરાબર થયું એને, મારી સામે પડી હતી.. હવે ખબર પડશે કે મારી સામે પડયાનું શું ફળ મળે છે.
પણ કોઈ એ દુઃખી કે શારીરિક તકલીફવાળી વ્યક્તિ માટે દિલથી પ્રાર્થના નહીં કરે.
આવું ઘણું બધું ચાલે છે.
આમાં માણસાઈ મરી પરવારી છે એવું માનવું કે દંભનો દેખાવ છે..
મારી ચેહર મા સૌને લહેર કરાવે.
