Bhavna Bhatt

Others

3.5  

Bhavna Bhatt

Others

આવી પણ મુશ્કેલી

આવી પણ મુશ્કેલી

2 mins
139


અંજના ને લખવાનો શોખ નાનપણથી જ હતો. લગ્ન પછી લાંબો સમય વિરામ લીધા પછી ફરીથી લખવાનું ચાલુ કર્યું. અલગ-અલગ એપ અને અલગ-અલગ મેગેઝિનમાં એની વાર્તા છપાતી હતી. અંજનાની વાર્તા, લેખનો ચાહક વર્ગ મોટો હતો. અંજના માઈક્રોફિક્શન કે નાની વાર્તાઓ સોશ્યલ મિડીયામાં મૂકે તો એને મેસેન્જરમાં હું તમારો ચાહક છું તમે ખુબ સરસ લખો છો એમ કહીને પોતાનો નંબર આપે અને કહે તમારી સાથે વાત કરવી છે. ઘણાં તો સોશ્યલ મિડીયાની મદદથી ગમે ત્યારે કોલ પણ કરતાં. અંજના કોલ નાં ઉપાડે અને ગભરાઈને નેટ બંધ કરી દે પછી એ વ્યક્તિને બ્લોક કરી દે.

પણ રોજબરોજ કોઈને કોઈ મુશ્કેલી આવે ઘણાં તો પોતાની હદ બહાર ભાવનાઓ રજૂ કરે કે હું તમને ચાહું છું આપ મારી સાથે વાત કરો આવાં મેસેજ કરે.

એક મેગેઝિનમાં એની વાર્તા નીચે એનો ફોન નંબર છપાયો પછી તો રોજ નિતનવા ફોન આવે. અંજના બોલો છો.

અંજના હા બોલો.

આપની ફલાણાં મેગેઝિનમાં વાર્તા છપાઈ છે આજેજ વાંચી ખુબ સરસ છે, આપ ખુબ જ સરસ વાર્તા લખો છો સમાજને એક સંદેશ મળે છે. અંજના આભાર માનું છું આપને મારી વાર્તા ગમી એ બદલ. આમ કહીને રોજબરોજ ગમે ત્યારે ફોન કરે. આમાં એક ચાહક તો રોજ વિડિયો કોલ કરીને પરેશાન કરે. અંજનાને નેટ ( ડેટા ) ચાલુ રાખવું અઘરું થઈ ગયું. અલગ-અલગ એપ કે વોટ્સએપ ગ્રુપમાં પોતાનું લખાણ મૂકવા નેટ ( ડેટા ) ચાલુ કરવું પડે અને એ વ્યક્તિ રાત્રે પણ વિડિયો કોલ કરે. અંજનાએ ઘરમાં પતિ અને દીકરાને વાત કરી.

ફોન કરીને એ વ્યક્તિ ને સમજાવ્યો બન્ને એ પણ તોયે ફોન ચાલુ રહેતાં અંજનાનાં દીકરાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને નંબર આપ્યો એ વ્યક્તિ પકડાઈ ગયો પણ આ બધામાં અંજના ખુબ ગભરાઈ ગઈ એણે તાત્કાલિક પોતાનો નંબર બદલી નાખ્યો અને આવી અણધારી મુશ્કેલીથી હાલના તબક્કે એણે લખવાનું પણ બંધ કરી દીધું.


Rate this content
Log in