STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આતમને અણસાર

આતમને અણસાર

1 min
238

આભલાને સાફ કરવાથી કશું ના વળે. જાતને ચોખ્ખી કરીને સાબિતી આપજો દિલની ભાવનાઓથી, બાકી આભલા સાફ કરવાથી કશું ના વળે, આતમના અરીસાને ચોખ્ખો કરીને સાબિતી આપજો.

આયખાના ઓવારે પહોંચ્યાં આ જિંદગીના વ્હાણ છે. આ ખોળિયામાં હવે શ્વાસની તાણ રહે છે. પળેપળ અનુભવાય છે, આતમને અણસાર આ ઉડાન દેશાવરનો. ને નિરંતર ઘૂંટાય છે કોઈ ભેદી ભણકારા ને ભીતરે વમળ થઈ વલોવાય કર્મના લેખા જોખાનો ઓથાર અને વેદના સહે એ પ્રાણ છે.

આ ખોળિયામાં હવે શ્વાસની ખેંચતાણ છે. બદલાઈ જાય છે આ પરિસ્થિતિમાં દરેકનો સ્વભાવ. અને આતમને અણસાર આ બધું છોડીને ઉડી જવાનો. આતમ હવે તો હાથે મુક્તિના મંડપની સજાવટ કરે છે. દાગીના અને પોતિકીના માયા ઓછી કરે છે. આતમને અણસાર આ ખોળિયામાં હવે શ્વાસની તાણ છે અને કાયા સાથ છોડી રહી છે.. આતમને અણસાર આવ્યોને વિદાયની તૈયારી કરી લીધી. રહી ગઈ ફરીયાદ દિલની દિલમાં જ અને ભાવનાઓથી સઘળું લૂંટાવી દીધું અને રૂપિયા રળવાની દોડધામમાંના કરવાનાં કામ કર્યા અને અંતે પસ્તાવો રહી ગયો.


Rate this content
Log in