Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આત્મહત્યા જ ઉપાય છે ?

આત્મહત્યા જ ઉપાય છે ?

2 mins
96


અત્યારનાં આ આયેશા દીકરી આત્મહત્યા કેશમાં સહુ પોતાનાં વિચારો અને મંતવ્યો રજૂ કરે છે, ત્યારે હું એટલું જ કહીશ કે એક સ્ત્રીને દુઃખી કરવામાં બીજી સ્ત્રીનો કોઈ ને કોઈ પ્રકારે હાથ હોય છે અને અમુક અંશે જવાબદાર પણ હોય છે.

જયાં સુધી નારી શકિત એક નહીં થાય ત્યા સુધી આવી સેંકડો આયેશા દીકરીઓ રોજેબરોજ ભાવનામાં તણાઈ આવું પગલું ભરતી રહેશે.

અને પછી સોશ્યલ મિડીયામાં એ દુઃખદ ઘટના વિશે લખીને કે કોમેન્ટ કરીને જાણે કોઈ મોટું ભગીરથ કાર્ય કર્યાં નો સંતોષ મનાવશે.

આ સમાજમાં પુરુષો બીજી સ્ત્રી માટે અને એના સહારે જ પોતાની પત્નિ ને હેરાન કરે છે અને એને નીચી દેખાડીને હાંસી ને પાત્ર બનાવે છે.... પણ જો કોઈ સ્ત્રી જ કોઈ ની બીજી સ્ત્રી નાં બને તો કોઈ પુરુષમાં એટવી તાકાત નથી કે તે નારી શકિત ને હરાવી શકે.

પછી એ સ્ત્રી ધર્મ ની બહેન, દીકરી કે મા કેમ નાં હોય?

કારણકે ધર્મનાં નામ ઉપર ધતિંગ બહું ચાલે છે અને પછી બચવા આવી ઓથ મળી રહે છે..

એક સ્ત્રી ( દીકરી ) શાં માટે આત્મહત્યા કરે છે?

કારણકે એને પતિ કે પિતા પાસેથી નિઃસ્વાર્થ અને અખંડ પ્રેમ જોઈતો હોય છે પણ લગ્ન પછી એની ભાવનાઓ સાથે રમત રમીને એને લાચાર, મજબૂર બનાવામાં આવે છે...

પણ થોભો અને વિચારો કે આત્મહત્યા જ ઉપાય છે?

જેમણે જન્મ આપીને વીસ,પચીસ વર્ષ પ્રેમ અને પાલન પોષણ કર્યું એવાં માતા પિતાને કોઈ પુરુષ નાં છ મહિના કે બે પાંચ વર્ષનાં પ્રેમમાં દુઃખી કે નાસીપાસ થઈ આત્મહત્યા કરી લેવી એ યોગ્ય છે ?

આ સમાજ પણ એટલો જ જવાબદાર છે. ઘણી જગ્યાએ દીકરી, સ્ત્રી સન્માનની મોટી મોટી વાતો કરનારા પોતાનાં જ ઘરમાં દીકરી કે સ્ત્રીને હડધૂત અને અપમાનિત કરતાં હોય છે..

મારી એક અપીલ છે આ લેખને વધુમાં વધુ ફોરવર્ડ કરો જેથી કોઈ દીકરી આત્મહત્યા નું પગલું ભરતાં પહેલાં માતા-પિતાનાં પ્રેમ માટે જિંદગી જીવીને બતાવે.

આ જિંદગી ભાવનાઓમાં વહી જઈ આત્મહત્યા કરવા માટે નથી પણ કંઈક બનીને બીજાને પ્રેરણારૂપ બનીએ.


Rate this content
Log in