આત્મ ચિંતન
આત્મ ચિંતન

1 min

280
અંજલિબેન હાઈ બ્લડપ્રેશરના લીધે પેરાલિસિસનો હુમલો થતાં છેલ્લા એક વર્ષથી પથારીમાં હતાં. એક બાજુનું અડધું અંગ કામ કરતું નહોતું. ચાનો એક પ્યાલો સવારે પીવડાવીને વહું ઉપર ગઈ તે હજુ ના આવી. રોજ તો એક વાગ્યે નીચે આવી રસોઈ કરે. બે ટાઇમ ની ભેગી જ પણ.
દિકરાની દિકરી સ્કૂલમાંથી ક્યારની આવી ગઈ હતી. 'બેટા આજે અઢી વાગ્યા તારી મમ્મી હજુ નીચે નથી આવી શું કરે છે ?
સગૂન કહે, 'એ તો ટીકટોક બનાવે છે ને રોજ પણ આજે હજું થતો નથી સરખો. ટીકટોક પતશે એટલે આવશે.' કહી સગૂન બ્રેડ, બટર ખાવાં બેઠી.
અંજલિબેન ભૂખી, પ્યાસી નજરે જોઈને આત્મ ચિંતન કરવા લાગ્યા કે શું પાપ કર્યા હશે તે આ ભવમાં ભોગવી રહી છું.