Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આસ્વાદ

આસ્વાદ

1 min
52


મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,

જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,

હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

દિવસ કઈ એટલા માથા મળ્યા છે કે ક્ષમા કરજે,

તને અર્પણ કરી શકતો નથી હું જિંદગી મારી.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,

કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

 - બરકત વિરાણી ‘બેફામ’

આ પંક્તિઓમાં બરકત વિરાણી બેફામજી એ કહ્યું છે...

આ જગતમાં એવા પણ ઘણા શાણા લોકો હતાં જેમણે મને બરબાદ કરવાની એક તક નથી છોડી અને એ માટે સૌથી વધું દોષ હું મારી જાતને જ આપું છું કારણકે હું સંબંધોમાં હોશિયાર નહીં પણ ભાવનાઓથી જીવ્યો એટલે જ એ શાણા લોકોએ મારી નિઃસ્વાર્થ લાગણીઓનો ભરપુર ફાયદો ઉઠાવ્યો.

બીજી પંક્તિમાં કહ્યું કે આ દુનિયા જીતીને પણ શું કરવાની... ઉપર તો ખાલી હાથે જ જવાનું છે... એટલે જ કહ્યું કે સિકદર તો નાદાન હતો દુનિયા જીતવા નિકળ્યો... હું તો પહેલેથી જ જાણું છું કે આ સ્વાર્થી અને ક્ષણભંગુર દુનિયા મારી નથી..

ત્રીજી પંક્તિમાં કહ્યું છે જિંદગીનાં દિવસોમાં એટલાં ( માણસો ) માથાં, ચહેરા મળ્યા છે કે એ જોઈ દુઃખ થયું કે માણસ માણસને જ વફાદાર નથી અને એને બનાવનાર ભગવાન ને જ બનાવે છે આ જોઈ હું શરમથી મારી જિંદગી અર્પણ કરી શકતો નથી.


Rate this content
Log in