End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


આશ્રય

આશ્રય

3 mins 14 3 mins 14

અરજણનો ડુંગરપુરથી મનસુખલાલ શેઠ ઉપર ફોન આવ્યો.

સાહેબ તમે પગાર આપ્યો હતો લોકડાઉનમાં એ પૂરો થઈ ગયો છે આપે ના પાડી હતી કે અહીં જ રહે તને તકલીફ નહીં પડવા દઉં પણ હું બધાંની વાતોમાં આવી ગામડે જતો રહ્યો પણ સાહેબ અહીં કશો કામધંધો છે નહીં તમારો પગાર ચાલ્યો ત્યાં સુધી તકલીફ ના પડી પણ હવે ખાવાનાં પણ ફાંફા પડે છે.

મારે પાછું આવું છે સાથે બીજા કારીગરો પણ તૈયાર છે પણ બસ ભાડું પણ નથી જો આપ આવીને લઈ જાવ તો હું તમારે આશરે આવ્યો છું.

મનસુખલાલ કહે સારું અરજણ.

તું પેહલા પાક્કું કરી લે કે કેટલા જણ આવો છો તો એ પ્રમાણે સાધન લઈને લેવાં આવવાની ખબર પડે અને અહીં તમારાં બધાં ની રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે ને.

અરજણ કહે હા સાહેબ અમે તો મગનલાલ ની ચાલીમાં થી રૂમો ખાલી કરી દીધી હતી અને સર સામાન સાથે આવી ગયા હતાં.

મનસુખલાલ કહે સારું તું પુછીને જવાબ આપજે.

અરજણ સારું સાહેબ.. 

એમ કહીને ફોન મૂક્યો.

મનસુખલાલ ને કેમિકલ ની ફેક્ટરી હતી..

લોકડાઉન માં એમણે મજૂરોને પગાર આપ્યો હતો પણ એકબીજા ની દેખાદેખી એ અરજણ અને એવાં બીજાં કેટલાંય કારીગરો નોકરી ને ભાડાની રૂમો ખાલી કરી જતાં રહ્યાં.

એમણે બધાંને સમજાવ્યું હતું કે અહીં મારાં આશ્રયે રહો હું તમને ભૂખે નહીં મરવા દઉં પણ કોઈએ વાત સાંભળી નહીં.

હવે બધું નવેસરથી એ લોકો માટે વ્યવસ્થા કરવી પડશે એમણે ફેક્ટરીમાં એમનાં ખાસ વિશ્વાસુ માણસ રમણ ને કહ્યું કે અરજણ અને બીજા કારીગરો પાછાં આવવાનું કહે છે તો એમનાં માટે રહેવાની વ્યવસ્થા કર ફટાફટ.

બીજા દિવસે અરજણ નો ફરી ફોન આવ્યો કહે સાહેબ હું મારો પરિવાર પાંચ જણા અને રાજુ, દિનયો, રમલો, અને જગલા નો પરિવાર આવવા માગીયે છે અમારાં માતા પિતા ગામડે જ રેહશે.

મનસુખલાલ કહે સારું તમારો સામાન, લઈ ને તૈયાર રેહજો હું પરમ દિવસે આવીશ ..

તું તમારાં ગામનાં હાઈવે ઉપર એકલો આવીને સવારે દશ વાગે ઊભો રહેજે..

પછી ગામમાં જઈ બધાને લઈ લઈશું.

અરજણ સારું સાહેબ.

મનસુખલાલે પોતાની ફેક્ટરીનો એક ટેમ્પો એમાં અનાજ, અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકાવી અને રાઘવને એ ટેમ્પો લઈને પોતાની સાથે આવવા કહ્યું..

બે ખાલી વાન ડ્રાઇવરો સાથે અને એક પોતાની અલગ ગાડી લઈને એ વહેલા નિકળ્યા અને ડુંગરપુર હાઈવે પોહચ્યા ત્યાં અરજણ ઉભો હતો એને વાન માં બેસાડી ને ગામમાં ગયા અને બધાં જ કારીગરોનાં ઘરમાં લાવેલું કરિયાણું આપ્યું.

અરજણ અને બીજા કારીગરો તો મનસુખલાલ નાં પગમાં પડીને રડી પડ્યાં.

બધાંને બેસાડીને અમદાવાદ લાવ્યા અને એમને આશ્રય આપ્યો અને એમનાં રહેવાની વ્યવસ્થા કરી અને ફેક્ટરીમાં ચાલુ પગારે નોકરીએ રાખ્યા.

અરજણ અને બીજા કારીગરો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આપણે સાહેબ ને ઓળખવામાં થાપ ખાઈ ગયા.

આપણે એમની નાં હોવાં છતાંય જતાં રહ્યાં તોયે એક ફોન કર્યો ને લેવાં પણ આવ્યા અને આપણાં મા બાપ માટે કરિયાણું, દવાઓ લાવ્યા અને આપણા ને બધાંને પરિવાર સહિત આશ્રય આપ્યો.

આ વાર્તા નથી એ જાણ માટે લખું છું. દુનિયામાં બધા સરખા નાં હોય. આ અમારી સોસાયટીમાં રહેતા ફેક્ટરી નાં માલિક ની સાચી વાત લખી છે એમની ફેક્ટરી વટવા છે. નામ બદલીને લખ્યું છે.

આજે ફરીથી ખુલાસો એટલે કરવો પડ્યો ઘણાં બધાં હજું મને આમ લખો ને આવું નાં હોય.

શેઠિયાઓ ખરાબ જ હોય એમ કહે છે માટે લખ્યું છે.


Rate this content
Log in