Nayanaben Shah

Others

2.5  

Nayanaben Shah

Others

આશીર્વાદ સ્ત્રીઓને

આશીર્વાદ સ્ત્રીઓને

1 min
726


જયારે ટેકનોલોજીની વાત આવે ત્યારે હું એટલું જરુર કહીશ કે ટેકનોલોજી એ જીંદગી સરળ બનાવી દીધી છે. પહેલાં લોટનો ડબ્બાે લઈ ઘંટી એ જવું પડતું હવે ઘરઘંટી થઈ ગઈ. કપડાં પણ મશીનમાં ધોવાઈ જાય. અરે, એતો ઠીક છે રસોઈ બનાવવી કેટલી સરળ થઈ ગઈ છે. હવે ચટણી બનાવવા માટે મિક્ષર શોધઈ ગયું છે. જે કામ કરતાં કલાકો થતાં એજ કામ મિનિટોમાં થઈ જાય.


બસની તો રાહ જોવાની કડાકૂટ જ નહીં, ગિયરલેસ સ્કુટરને  કારણે કામ પણ જલદી થઈ જાય છે. જેથી ઘર અને નોકરી બંને સચવાય. રસોઈ પણ જલદી થઈ જાય. કુકર, માઈક્રોવેવને કારણે સમય તો ઘણાે બચી જાય છે. મેાબાઈલને કારણે, તથા ટીવીના કારણે ઘેર બેઠા દુનિયા ભરના બનાવો જોઈ શકાય છે. બિમારી વખતે પણ એક ફોન કરી જમવાનું પણ ઘરે મંગાવી લેવાય. તે પણ મિનીટોમાં.


લાઈટ જો ઊનાળામાં જાય તો ગરમી પણ સહન નથી કરવી પડતી કારણ કે તરત જનરેટર ચાલુ થઇ જાય. હું તો એટલુંજ કહીશ કે આ ટેકનોલોજીને કારણે જીંદગી સરળતાથી કોઈ પણ જાતની મુશ્કેલી વગર સુખમય વિતાવી શકીએ છીએ. જીવનમાં ટેકનોલોજી તો ડગલેને પગલે મહત્વની ભૂમિકા ભજવે છે.


Rate this content
Log in