STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આરપાર

આરપાર

2 mins
12.8K


અાજે અારતી ખૂબ જ દુઃખી થઈ ગઈ. એક પ્રસંગમાં હાજરી આપવા પુરા પરિવાર સાથે ગઈ હતી. એની પણ ઈચ્છા હતી કે એ લગ્ન તારીખ ધામધૂમથી ઉજવણી કરવી પણ પંકજ સાવ જ નીરસ માણસ એણે અને બાળકોએ ના કહી. આરતી દરવખત પોતાની ઈચ્છા મારતી પોતાની જાતને સમજાવી ઘરમાં શાંતિ રહે એ માટે સતત પ્રયત્ન કરતી.

આરતી ને હરવા ફરવાનો શોખ પણ પંકજને કોઈ જ રસ નહીં બસ એની દુનિયા એની જરૂરિયાત અને મા બાપમાં જ પુરી થઈ જતી. આરતીને પિક્ચર જોવુ ગમે પણ એકલી કયાં જાય ધીમે ધીમે આરતી ભકિતભાવ તરફ વળી ગઈ. પિયરમાં પણ કોઈ જ ન હતુ કે મન હળવુ કરવા જાય. આમ આરતી એક અેવા મુકામ પર આવી ગઇ કે આ મોહ માયા અને ખોટા દેખાવ કરી દુનિયાને બતાવવાનુ કે મારો પરિવાર અને હું સુખી અને ખુશ છીએ. એના કરતા જુદા થઈ જવુ અથવા ભકિતના માગેઁ એટલા આગળ વધવુ કે કોઈ વાત કે કોઈ વસ્તુ પર મોહ ના રહે.

આરતી એ પ્રયત્ન તો કયાઁ કે પંકજ એને સમજે પણ પંકજની દલીલો અને નકારાત્મક વલણ આરતીના દિલની આરપાર નીકળી ગયા આમ આરતી બહારથી હસતી અને અંદરથી ટૂટી ગઈ. આરતી એ અનુભવ્યુ કે સમજદારને જ બધા સમજાવે પણ કોઈ એના દઁદને ના સમજે.

આરતી નુ જીવન કોરા કાગજ જેવુ છે.

" મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા

જો લીખા થા આંસુ ઓ કે સંગ બહ ગયા "


Rate this content
Log in