Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

આરાધના પાંચમું નોરતું

આરાધના પાંચમું નોરતું

1 min
38


આજનો દિવસ એ નવપદ આરાધનાનો પાંચમો દિવસ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનું પાંચમું નોરતું શ્રી સ્કનદ માતાજીનું છે. આજે પાંચમો થયો ઉપવાસ ચાલો માતાજીના તેજના દર્શન કરીએ. જે નિત્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે, તે યશસ્વીની સ્કનદ માતા દુર્ગા દેવી સૌ માટે કલ્યાણદાયિની હો "..

અનુશાસન અને મનના વિકારોને જીતનારજ જગતને સાચો રાહ ચીંધી શકે છે એવા સાધુ, સંતો, સતીઓના પાવન ચરણોમાં ભાવના સભર વંદના. જે કોઈ સાધુ ભગવંતો, ગુરુજનો ભગવાન અને માતાજીને સમર્પિત છે. સન્મુખ છે. પછી એ કોઈ પણ ધર્મના હોય, પંથના હોય, સમુદાયના હોય એ આપણા માટે સદા સર્વદા વંદનીય અને પૂજનીય, આદરણીય છે. બહું જ ધ્યાન માંગી લે એવો શબ્દ છે "ૐ"

મારી તમારી માન્યતાના ચોકઠામાં પૂરાયેલ નહીં. પણ " ૐ " એટલે બધા જ સાધુ ભગવંતો જેઓ પરમાત્માને પંથે ગતિશીલ છે એ તમામ માટે ઓમકાર જ પ્રયોગશીલ શબ્દ છે જે જરૂરી છે. સાધના કરે તે સાધુ. શ્રમ કરે કષ્ટો દૂર કરવા પરિશ્રમ કરે તે શ્રમણ. મૌનના મહાસાગરમાં ડૂબકી મારી ડૂબી જાય તે મુનિ. "ઝંખનાઓના ઝાળાને જલાવી દે. કામનાઓની ભીનાશને શોષી લે " એ જ સાચા અને સર્મથ સદગુરુ.

માતાજી ની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અને અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાનો અંધકાર ઓગાળી દઈએ. એ જ આજના આ પાંચમા નોરતાનો સંદેશ છે.

જય માતાજી


Rate this content
Log in