Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આરાધના ચોથું નોરતું

આરાધના ચોથું નોરતું

1 min
20


આરાધના કરવાનો આ ચોથો દિવસ છે. નવરાત્રીના નવ દિવસનું અલગ-અલગ મહત્વ છે...

આજે ચોથો થયો ઉપવાસ મા નાં દર્શને જઈએ.

આજનું ચોથું નોરતું શ્રી કૂષ્માંડા માતાજીનું છે.

" રુધિરથી રેલમછેલ અને મદિરાથી પરિપૂર્ણ, કલશને બંને કરકમળોમાં ધારણ કરવાવાળી મા કૂષ્માંડા દુર્ગા દેવી આપણા સૌ માટે શુભદાયીની હો "...

જેમનાં ચરણોમાં બેસીને સમગ્ર જ્ઞાનની ગંગોત્રી ઝીલવા મળે છે એવા મમતામયી ભગવતીની આરાધના કરવાનો આજે અનેરો દિવસ છે.... જ્ઞાનીના બહુમાનથી જ્ઞાન તણા બહુમાન... માટે જ સારા અને સાચા જ્ઞાન માટે મા ભગવતીની આરાધના કરજો... આજે આરાધના કરવા માટે અને ભક્તિની શક્તિ મેળવવા ... મંત્ર તંત્રના દ્રષ્ટિકોણથી લીલાં રંગની માળા... લીલું આસન... લીલાં વસ્ત્રો અને લીલાં રંગમાં નવદુર્ગાનો મંત્ર ગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બહુ સૂચક મનાયો છે. લીલો રંગ એનર્જીને ગ્રહણ કરે છે... માટે તો વૃક્ષનાં પાંદડાંઓમા રહેલું 'કલોરોફીલ' આપણને "ઓઝોન" આપવામાં સહાયક બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતી માતાજીની સાધના પણ લીલાં રંગમાં કરવાની રહે છે..

"ૐ હ્રીં દુ દુર્ગાયે નમઃ " નો જાપ ભક્તિની જ્ઞાનની ગંગોત્રીનું " પીન પોઈન્ટ " ખોલી આપે છે તેમજ તનની તબીયતનું તૂટેલું તારામૈત્રક રચી આપે છે.

ઉજળા હૈયે ને ઉરના ઉમંગે મા ભગવતી ને પ્રણામ કરજો.


Rate this content
Log in