Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આરાધના બીજું નોરતું

આરાધના બીજું નોરતું

2 mins
11


આજે બીજું નોરતું શ્રી બ્રહ્મચારિણી માતાજી નું... માતાજી નાં ચરણોમાં કોટી કોટી પ્રણામ .. 

આજે માતાજી ને બીજો થયો ઉપવાસ !

"જેણે બંને કરકમળોમા અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલ છે, તેવા સર્વ શ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગા દેવી અમારા સર્વ ઉપર અતિ પ્રસન્ન હો"....

આપણને સૌને કોકની નજર સતત જુએ છે... જાણો છો એ કોણ જુએ છે? અનંત સિધ્ધ પરમાત્માઓ અને દુર્ગા દેવી આપણને પ્રતિપળ / પ્રતિક્ષણ નિહાળે છે.... એમની કરુણા નિતરતી મહેર નજર અવિરત વરસ્યા કરે છે આ સૃષ્ટિ પર અને સર્વ જીવો ઉપર...

તમે નહીં જાણતા હો.... જ્યારે એક આત્મા સિધ્ધ બને છે ત્યારે જ એક આત્મા 'અવ્યવહાર રાશિ' ની નિગોદમાથી બહાર નીકળી ને 'વ્યવહાર રાશિ' માં પ્રવેશે છે.. અને પછી જ એની ક્રમિક વિકાસ યાત્રા પ્રારંભ થાય છે.. આપણા આત્મા પર પણ કોક સિધ્ધ આત્માનો આ હાથ છે અને એ કયો આત્મા છે એ આપણે જાણતા નથી પણ એના લીધે જ આપણાને સારા સંસ્કાર અને ભક્તિ માર્ગ મળે છે.

આજનું બીજું નોરતું એ સિધ્ધ પદની આરાધના કરવા માટે નું છે... લાલ રંગમાં સિધ્ધ પદનું ધ્યાન ધરવાથી આપણા તરફ માતાજી નું ધ્યાન આકર્ષિત થાય છે અને પ્રસન્ન થાય છે.. લાલ રંગ છે જ આકર્ષણ માટે... તેથીજ પૂજા કરવા લાલ વસ્ત્ર નો ઉપયોગ થાય છે. લાલ રંગ ની માળા... લાલ રંગ નું આસન.. અને મનમાં લાલ રંગની ભિનાશ સાથેની ભાવના... આ બધું સહાયક બને છે જાપમા અને ધ્યાન માં...

તો આવો આજે બીજા નોરતે માતાજી ની આરાધના કરીને, આત્મા ને શુદ્ધ,બુદ્ધ કરીને સિદ્ધતવ તરફ આ મનને ગતિશીલ બનાવીએ અને ભક્તિ રસમાં ડૂબીએ.


Rate this content
Log in