*આરાધના ૧લુનોરતુ*
*આરાધના ૧લુનોરતુ*
વિશ્વનું સર્વ શ્રેષ્ઠ તત્વ છે આધશકિત. પરમાત્માની અચિંત્ય કૃપાથી જ આપણને આ નવરાત્રિની આરાધના કરવાની તક પ્રાપ્ત થઈ છે.
આજે પહેલુ નોરતું શૈલપુત્રી માતાજીનું...
"મનોવાંછિત લાભને માટે મસ્તક ઉપર અર્ધચંદ્ર
ધારણ કરનાર, આખલા ઉપર આરૂઢ શૂલધારિણી,
યશસ્વી શૈલપુત્રી દુર્ગા દેવીને હું વંદન કરું છું...
સમગ્ર સૃષ્ટિ માટે વંદનીય, પૂજનીય એવા અંબેમાનું ધ્યાન ધરવા માટે નવ દિવસય આરાધના શક્તિનો પ્રારંભ થાય છે. આજથી આ નવ દિવસોમાં આકાશમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેના તેજમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. વાતાવરણ બદલાય છે. માટે તો આ નવ દિવસો સાધના માટે શ્રેષ્ઠ મનાય છે. શક્તિની સાધના એટલે સૃષ્ટિના શ્રેષ્ઠ યંત્ર અને મંત્રની ઉપાસના.
જેના કેન્દ્રમાં માતાજી છે. કોઈ પણ આત્મા જ્યારે રાગદ્વેષના બંધનોથી સંપૂર્ણ પણે મુક્ત બને છે ત્યારે એ સાચો ભક્ત બને છે ત્યારે એ જગત આખા માટે પૂજનીય બની જાય છે. નવરાત્રીના નવ દિવસોમાં તન, મન, ધનથી માતાજીની આરાધના કરીએ તો એ શરીરની અસ્વસ્થતાને ઓગાળે છે અને "મા" શબ્દમાં એ તાકાત છે કે જેનાથી તમામ આપત્તિ અને ભયો દૂર થઈ જાય છે. બસ સાધનામાં જરૂરી છે આપણી સમર્પણની ભાવના. સમર્પણ વિના કોઈ સાધના થતી નથી.
બોલો અંબે મા કી જય હો...