JHANVI KANABAR

Others

4.0  

JHANVI KANABAR

Others

આપત્તિ

આપત્તિ

2 mins
12.2K


જિંદગીની ઘટમાળ મનુષ્યના પ્લાનિંગ કરેલ જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. ધાર્યું ન હોય એવી આપત્તિ જીવનને ફેંદી નાખે છે. આજે કોરોના વાયરસ જેવી આપત્તિ જે મનુષ્યએ જ સર્જી છે અને મનુષ્ય પર જ તૂટી છે.

અમદાવાદના એક પરા વિસ્તારમાં રહેતા અજયભાઈ મિસ્ત્રી, એમના પત્ની રમાબેન, એક દીકરો રાજેશ અને દીકરી રાજવી આટલો પરિવાર. અજયભાઈએ રાત-દિવસ મહેનત કરીને છોકરાઓને ભણાવ્યા. રાજેશ એન્જીનીયર બન્યો અને સૂરતની એક કંપનીમાં નોકરીએ લાગ્યો. રાજવી શિક્ષિકા બની પછી તેને સાસરે નવસારી વળાવી.

રાજેશનું પણ નાતમાં રીટા નામની છોકરી સાથે વેવિશાળ કર્યું. હવે સૂરતમાં રાજેશની સાથે જ રીટા ચાલી ગઈ જેથી તેને ખાવાપીવામાં કોઈ તકલીફ ન રહે. અજયભાઈ સાયકલ લઈને નાનુમોટું છૂટક મિસ્ત્રીકામ કરીને ગુજરાન ચલાવતા હતા.

છોકરાઓ પોતાના સંસારમાં ડૂબ્યા હતા.. એક દિવસ રમાબેનને કમરનો દુઃખાવો ઉપડતા સરકારી દવાખાનામાં બતાવ્યું અને દવા કરાવી પણ એમને મણકામાં ગેપ હોવાથી ઓપરેશન કહ્યું. રમાબેને જીદ પકડી કે ઓપરેશન નહિજ કરાવું. તેઓ ગમેતેમ દિવસો પસાર કરતા હતાં. વેકેશમાં છોકરાઓ આવે ત્યારે રમાબેનને થોડો આરામ મળે.

પછી એ જ રોજિંદી ઘટમાળમાં પરોવાઈ જતા. અચાનક આખા વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો અને ભારતમાં પણ સરકાર તરફથી લોકડાઉન લાગુ પડ્યો.. હવે અજયભાઈનું મિસ્ત્રી કામકાજ પણ બંધ થઈ ગયું. એક દિવસ નવરા બેઠા કંટાળો આવતો હતો એટલે અજયભાઈ ટેબલ પર ચડી માળીયામાં કંઈક શોધતા હતા અને ચક્કર આવતાં નીચે પડ્યા અને બધું જ વજન આવી જતાં થાપાનો બોલ ટૂટી ગયો.

આ ના થવાનું થયું અને એક ના જોઈતી વધુ ઉપાધિ આવી પડી. સરકારી દવાખાનામાં થાપાનું ઓપરેશન કરાવ્યું અને ઘરે આવ્યા. આ ઓપરેશનમાં સૂરતથી દીકરો રાજેશ કે દીકરી રાજવી કોઈ આવી શક્યું નહિ કારણકે બસ, ટ્રેન બધું બંધ હતું અને કોઈની પાસે ગાડી નહોતી.

અજયભાઈ ઓપરેશન કરીને ઘરે આવ્યાને એક અઠવાડિયુંજ થયું હતું અને એ તો પથારીવશ હતા ત્યાં જ રમાબેનને કમરનો દુઃખાવો ઉપડ્યો. વિધિની વક્રતા તો જુઓ આખરે રમાબેન બાથરુમમાં નહાતા હતા ત્યારે લપસી પડ્યા અને હેમરેજ થઈ ગયું. રમાબેન પ્રભુધામ પહોંચી ગયા. હવે આવા કપરા સમયમાં અજયભાઈ પથારીમાંથી ઊભા પણ થઈ નહોતા શકતા. રમાબેનના નસીબમાં પતિ તરફથી ચિતાને આગ પણ નહોતી. આખરે પુત્ર-પુત્રી વગર તેમનો અંતિમસંસ્કાર પડોશીઓએ કર્યો.

સંતાનોની માનસિક અવસ્થા ખૂબ જ દયનીય હતી. આમ ઉપરાછાપરી આફત આવી અને કોરોના વાયરસ કુટુંબની શાંતિ હણી ગયો.


Rate this content
Log in