આપણુ મગજ
આપણુ મગજ
આપણુ મગજ કેટલુ અજબ ગજબ છે. કાશ આપણે આપણા આત્મામાં અને મગજમાં રહેલી શક્તિઓને આેળખતા થઈએ અને એનો સારા કાર્યોમાં ઉપયોગ કરીએ. કોમ્પ્યુટર અને લેપટોપમાં સંઘરાતી સ્મૃતિ શક્તિને 'બીટ્સ ' કહેવામાં આવે છે. સારા એવા કોમ્પ્યુટર કે લેપટોપમાં પંદર લાખ બીટ્સ સંઘરી શકાય છે. સારી કંપનીના કોમ્પ્યુટર કે લેપટોપમાં બે અબજ બીટ્સ સંઘરાય છે. માણસના મગજમાં ચૌદ અબજ 'ન્યુરોન્સ' છે. એક ન્યુરોન્સ એક સેકન્ડમાં ચૌદ સ્મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે એકસોછનુ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે અને તે પણ એક જ સેકંડમાં છે ને ગજબ વાત.
પચાસ વર્ષનો માણસ એક અબજ, પાંચ કરોડ સતાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે ૧૯૬ જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમિયાન કેટલી ? ક્યારેય વિચાર્યું છે કે આપણે કામનું નાકામનું, સારુ નરસુ કેટલુ બધુ મગજમાં ભરી જીવીએ છીએ. જો કોમ્પ્યુટર કે લેપટોપ પણ આવી સ્મૃતિ ઉર્ફે મેમરી વધારે પડતી ભેગી થઈ હોય તો બંધ એટલે ( હેન્ગ ) થઈ જાય છે અને પછી ફોરમેટ ( ડીલીટ) કરવું પડે છે તો આપણા મગજનું શું ? ક્યારેય વિચાર્યું છે ?
વિચારો અને ખોટી વાતો ખોટી સ્મૃતિઓને છોડી દો.