આપણી વાણી
આપણી વાણી
આજકાલ માહોલ એવો સર્જાયો છે કે કોઈનામાં સહનશક્તિ રહી નથી એટલે નાની નાની વાતમાં ચીડાઈ ને ગુસ્સામાં આવીને ગમે તેમ અને અપશબ્દો બોલે છે પણ અપશબ્દો બોલનારા ભૂલી જાય છે કે બોલેલું પહેલા પોતાને જ નડે પછી બીજાને અસર કરે. જો વાણી ઉપર સંયમ જ ન હોય તો બધાં વ્રત, પૂજાપાઠ, તીર્થ, ભક્તિ એ બધું જ નકામું છે જો જીભમાં હળાહળ ઝેર ભર્યું હશે તો ઘર પરિવાર સગા સંબંધી ને સમાજમાં તમારાં દુશ્મનો વધી જશે અને સમજદાર માણસો તમારાથી દૂર રહેશે. પોતાની વાણી ઉપર સંયમ નહીં હોય તો એ જતે દહાડે વિનાશક પરિણામ લાવે છે ને કટૂતાથી વાણીની મધૂરતા નષ્ટ થઈ જાય છે માટે કોઈનાં વખાણ ન કરો તો કંઈ નહીં પણ કોઈની મજાક મશ્કરી કરીને વાણીનો ખોટો ઉપયોગ તો ન જ કરવો. કારણકે વાણી અને શબ્દ થકી પણ કર્મના બંધનમાં બંધાઈ જવું પડે છે.
