Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

આપણી જવાબદારી

આપણી જવાબદારી

2 mins
132


આજનાં સમયમાં આપણી જવાબદારી અને ફરજો

એવાં લોકો પણ આ દેશમાં છે જે હાથમાંનું સુખ મૂકી દઈને જે જવાબદારી અને ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા દોડે છે. આ મહામારીમાં જુઓ તો દેશ માટે આપણી જવાબદારી અને ફરજ છે આપણે સરકારી ગાઈડ લાઈનનું પાલન કરીએ અને અફવાઓ અને ખોટાં મેસેજ નાં ફેલાવીએ.

આસપાસમાં જો કોઈ ઘરમાં આખાં પરિવારમાં કોરોના હોય તો દૂધ, દવા અને જરૂરિયાતવાળી વસ્તુઓ લાવી આપીએ અને રસોઈ બનાવી ને એ પરિવારને જમાડીએ એ આપણી ફરજ છે.

અને ભાવનાત્મક હૂંફ આપીને કોરોના સામે લડવા માટે મનોબળ મજબૂત કરીએ.

બીજી ફરજ એ છે કે આપણે આપણી આસપાસનાં નાનાં નાનાં દુકાનદારો પાસેથી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જેથી કરીને નાનાં વેપારીઓને આ મહામારીમાં જીવન બળ મળી રહે અને એમેઝોન, કલ્બ ફેક્ટરીમાંથી વસ્તુઓની ખરીદી ના કરીએ જેથી દેશના રૂપિયા દેશમાં જ રહે એ આપણી જવાબદારી છે.

જવાબદારી અને ફરજ એ સમજવાની વસ્તુ છે એ જાતે જ આપણે બીજાને મુશ્કેલીમાં જોઈને શક્ય એટલું મદદરૂપ બનવું એ આપણી જવાબદારી અને ફરજ છે અને એજ સાચી માણસાઈ છે.

આપણે જ જવાબદારી સમજીને માસ્ક પહેરવું અને બીજને પણ સમજાવવું અને વગર કામનાં મેળવડાનાં થાય એ જોવું એ પણ આપણી ફરજ છે.

દેશની સરહદે સૈનિકો રક્ષા કરે છે એમ દરેક નાગરિક સૈનિક બનીને કોરોના ને હરાવવા પોતાનું યોગદાન આપશે તો આ મહામારીમાંથી દેશ જરૂર આઝાદ થશે એ માટે આપણી જવાબદારી અને ફરજ સમજવી જરૂરી છે માટે જાગૃત બનીએ અને બીજાને પણ જાગૃત બનાવીએ.

આપણી જવાબદારી અને ફરજ આપણે નિષ્ઠાપૂર્વક નિભાવીએ તો એ જોઈ બીજા પણ શીખશે.


Rate this content
Log in